Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (12)

             બ્રેકઅપ શા માટે થયું ? એવુ તે શું થઇ ગયું ?



                   વાત જાણે એમ હતી કે હું ઘરેથી ભાગ્યો હતો ભૂમિ સાથે મેરેજ કરવાની માંગણી મંજુર કરવા માટે કેમ કે અમે બંને માંથી કોઈ પણ ઘરેથી ભાગી ને લગ્ન કરવા માંગતા નહોતા. માટે એ ઘટના બાદ હું ઘરે આવ્યો અને ઘરે થોડા દિવસ પસાર થયાં બાદ ઘરેથી કોઈ જ પ્રકારની વાતચીત થતી હતી જ નહિ અમારા મેરેજ બાબત ની. અને ભૂમિ મને દરોજ આના વિશે પૂછ પૂછ કરે રાખે અને હું દરરોજ એને એમ જ કહેતો કે હજુ ઘરેથી કોઈ કઈ કહેતું નથી. અને આમાં ને આમાં અમારી બન્મે વચ્ચે લડાઈ થઇ ગઈ અને અમારું બ્રેકઅપ થઈ ગયું.

                   થોડા સમય બાદ જોકે બધું બરોબર પણ થઈ ગયું અને અમે બંને પાછા બોલવા લાગ્યા. ફરીવાર પાછુ હતું એવુ થઈ ગયું. આ સમય દરમિયાન હું ટેટ અને ટાટ ની તૈયારી કરવા લાગ્યો હતો. આ પરીક્ષા વિશે મને કઈ એટલે કઈ જ ખબર નહોતી કે એમાં પેપર સ્ટાઇલ કેવી હોય, પ્રશ્નો કેવા આવે વગેરે વગેરે. પણ એના માટેની મે તૈયારી શરુ કરી દીધી હતી. હું લીબર્ટી નું દર મહિને પ્રકાશિત થતું મેગેજિન જ વાંચતો જેનું નામ છે 'LATTEST FACTS IN GENERAL KNOWLEDGE' આ એક જ મેગેજિન હું વાંચતો અને હા મેથડ માટે હું ધોરણ 6 થી 10 ની બૂક્સ વાંચતો. સમય જતા 2014 માં ટાટ ની પરીક્ષા આવી. મે ફોર્મ તો ભરી દીધું હતું. પણ પેપર સ્ટાઇલ ની કઈ જ ખબર હતી નહિ.

                   મારાં મોટાભાઈ મારી સાથે આવ્યા પરીક્ષા ખંડ સુધી કેમ કે સુરત માં એ સમયે મે ખાસ કશું જોયેલું હતું નહિ. અમે પરીક્ષા ખંડ પહોંચ્યા. બહાર લાગેલ બોર્ડ માં સીટ નંબર અને રૂમ નંબર જોઈને રૂમ માં ગયો. બેન્ચ પર બેઠો અને પેપર ની રાહ જોતો હતો. પરીક્ષકે અમને પેપર આપ્યું. મે પેપર ખોલ્યું. પેપર ખોલી ને જોયું તો મારી તો આંખો ફાટી ગઈ.. કેમ કે આખુ પેપર અંગ્રેજી માં હતું. ભલે તમે એક અંગ્રેજી ના શિક્ષક હોવ પણ એટલા સમય માં પરફેક્ટ અંગ્રેજી તો ના જ આવડે. હા એમ અંગ્રેજી વાંચવામાં અને સમજવામાં કોઈ પ્રોબલ ના આવે. પણ બધું જ જયારે અંગ્રેજી માં આવે ત્યારે થોડી પ્રોબ્લેમ થઇ શકે. મને તો થયેલી. (જો કે હવે એ સમસ્યા નથી થતી). પેપર આખુ જોયું અને સમય પહેલા પેપર પૂરું કર્યું. મારી આ એક ખરાબ આદત ગણો કે સારી આદત ખબર નહિ પણ હું કોઈ પણ પરીક્ષા દેવા જાવ ત્યારે હંમેશા મારી પાસે 30 મિનિટ તો સમય પડી જ રહે. હું હંમેશા 2.30 કલાક માં પેપર પૂરું કરી નાખું અને પછી શાંતિ થી સુઈ જાવ. પણ નસીબ સારા છે મારાં કે મે અત્યારસુધી આપેલી બધી પરીક્ષા માં પ્રથમ પ્રયતને પાસ થયેલ છું. હા એ વાત અલગ છે કે સારા માર્ક્સ સાથે પાસ ના થયો હોવ પણ પાસ થઇ જાવ..ટાટ નું પેપર પૂરું થયું અને થોડા સમય પછી રિઝલ્ટ આવ્યું. મારે 147 માર્ક્સ આવ્યા. હું તો ખુશ થઇ ગયો. કોને ખબર હતી કે આ પરીક્ષા નું પરિણામ મારી જિંદગી બદલી નાખશે.

નવો અધ્યાય

                   સમય ધીમે ધીમે પસાર થતો હતો. હું અને ભૂમિ બંને ખુશ હતા. હવે કોઈ લડાઈ કે ઝગડા થતા હતા નહિ. મે આગળ ના અભ્યાસ માટે માસ્ટર માં એડમિશન લઇ લીધું જે એક્સટર્નલ તરીકે હતું. એમાં ખાલી તમારે પરીક્ષા દેવા જવાની અને અસાઈન્મેન્ટ જમા કરવાનાં. જે મારાં માટે અઘરું હતું નહિ. એક બાજુ રોજગારી પણ ચાલુ અને બીજી બાજુ અભ્યાસ પણ. આ સમયગાળા દરમિયાન મે અને ભૂમિ એ પોતપોતાના ઘરે વાત કરી અમારા મેરેજ બાબત ની. ભૂમિ ના ઘરે ખાસ કશો વાંધો હતો નહિ પણ મારાં ઘરેથી કોઈ માનતું હતું જ નહિ. કેટલી વાર એક ની એક વાત કરું એ જ નહોતું સમજાતું. ઘરના સભ્યો માનવા તૈયાર જ હતા નહિ. પપ્પા સાથે તો વાત કરતા પણ ડર લાગતો હતો માટે પપ્પા ને બધું જણાવવા માટે મે એક લેટર લખ્યો અને એમાં બધું જ લખી દીધું જે હું કહેવા માંગતો હતો. તોય એ માન્યા નહિ.

                   હવે આગળ શું કરવું શું ના કરવું એ જ સમજાતું નહોતું. ભાગવા તો અમે માંગતા હતા નહિ. સુરત માં મારો એક કઝીન ભાઈ રહે છે એની સાથે બધી વાત શેર થતી હતી. તો એને પૂછ્યું આમાં હવે શું કરવું. એ પણ ભાગવાની ના જ પડતો હતો. પણ કહેવાય છે ને કે સમય ની સામે કોઈ નું ચાલતું નથી. તારીખ 28/03/2015 ના દિવસે મે અને ભૂમિ એ સુરત માં એક મંદિર માં જઈને ફેરા ફરી લીધા અને લગ્ન કરી લીધા. લગ્ન થયાં એમાં પણ એક કિસ્સો છે. હું સુરત હતો અને ભૂમિ સાવરકુંડલા રહેતી હતી એના મામાં ને ત્યાં. હું પણ હવે ઘરના લોકો ને મામાવી ને થાકી ગયો હતો અને ભૂમિ પણ એના પપ્પા ના વર્તનથી થાકી ગઈ હતી. અમે બંને એ એ જ કારણ થી કોર્ટ મેરેજ નું નક્કી કર્યું. મેરેજ કરવાનું નક્કી તો કરી લીધું પણ વકીલ ?? વકીલ ક્યાંથી ગોતવો ? એવો વકીલ ગોતવો પડે જે ઘરે કહી ના દે અને કોઈ ઓળખીતા ના હોય. અંતે એ મળી ગયા. તો પાછો એક પ્રશ્ન આવ્યો. ભૂમિ ને ક્યાં રાખવી કેમ કે એ તો સાવરકુંડલા થી આવશે તો એને ફ્રેશ થવા ને વગેરે એમાં ઘર તો જોઈશે ને. હવે આવા વ્યક્તિ ને શોધવો ક્યાં ?? તરત જ મને નારી શાળા ના પ્રિનિસિપલ મેડમ યાદ આવ્યા. એને અમારી બધી ખબર હતી. મે એને વાત કરી કે આવું આવું છે. તો શું ભૂમિ ને સવારે ફ્રેશ થવા માટે તમારા ઘરે મૂકી જાવ. એ મેડમ તાત્કાલિક માની ગયા અને ભૂમિ ને સવારે એના ઘરે ડ્રોપ કરી અને એ તૈયાર થઇ ને અમે બંને મંદિર ગયા. છુપાતા છુપાતા. વકીલ અને સાક્ષી ની સાક્ષી માં અમે મેરેજ કર્યા. તારીખ હતી 28/03/2015. અમારા કોર્ટ મેરેજ માં સાક્ષી તરીકે મારો જ કઝીન ભાઈ હતો. મેરેજ થઇ ગયા બાદ અમે બંને આખો દિવસ સાથે રહ્યા અને સાંજે ભૂમિ ને પાછી બસ માં બેસાડી દીધી સાવરકુંડલા જવા માટે.

                   મેરેજ તો કરી લીધા અમે બંને એ. પણ હવે આગળ ? આગળ શું કરવું. ઘરે કહેવું કે નહિ ? આવા પ્રશ્નો મનમાં આવ્યા રાખતા હતા. જેમ તેમ કરીને 2 મહિના અમે કાઢ્યા પણ ઘરે કહેવા માટે કોઈ ખાસ રસ્તો દેખાયો નહિ. અને એટલે જ છેવટે અમે બંને એ ઘરેથી ભાગી જ જવાનું નક્કી કર્યું. હું સુરત હતો અને ભૂમિ સાવરકુંડલા. બંને પોતપોતાની રીતે અમદાવાદ જવા નીકળી ગયા. મે મહિના નો એન્ડ સમય હતો અને શાળા માં વેકેશન ચાલતું હતું. હું ઘરેથી બેગ પેક કરીને નીકળ્યો અને રસ્તા માં મે પપ્પાને રડવા જેવા સ્વરે ફોન કરીને કહ્યું કે મે અને ભૂમિ એ લગ્ન કરી લીધા છે અને અમે બંને હવે સાથે રહેવાના છીએ. હું ઘરેથી ભગુ છું. બસ આટલુ કહી ફોન કટ કરી નાખ્યો અને સીધો બંધ જ કરી દીધો. હું જ્યાં ભાગી ને જવાનો હતો એ હોટેલ પણ મારાં જ એક મિત્ર એ બુક કરી દીધી હતી.

                   મારે કે ભૂમિ એ ભાગવું હતું જ નહિ પણ અમુક બાબતો થી અમે બંને કંટાળી ગયા હતા એટલે જ અમે ભાગવાનો નિર્ણય કર્યો. હા હું એ જાણતો જ હતો અને જાણું પણ છું કે ભાગવાથી પપ્પા ને કેટલું હર્ટ થયું હશે. પણ સામા પક્ષે હું પણ ઘણી બાબતો થી કંટાળી ગયો હતો એટલે ભાગ્યો. અમે બંને જયારે હોટેલ માં મળ્યા ત્યારે આખી રાત અમે રોયા હતા. પણ શું કરીયે નસીબ અમારા ખરાબ હતા તે આવું કરવું પડ્યું..

                   ખેર જે હોય તે. અમે અમદાવાદ ની એ હોટેલ માં લગભગ 10 દિવસ રહ્યા. આ સમય દરમિયાન મારી શાળા ના પેપર તપાસવાના બાકી હતા જે અમે એ હોટેલ માં રહીને તપાસ્યા. હવે સમય હતો પાછો જવાનો. પણ જાવુ ક્યાં ? કોના ઘરે જાવુ ? ક્યાં રહેવું ? એજ પછી મૂંઝવણ ઉભી થઇ. પણ પાછા અહીં મારી શાળા મને કામ લાગી. મે અગાઉ કીધું હતું કે આ શાળા ના ટ્રસ્ટી નો મારી ઉપર ઉપકાર છે. બસ એ જ ઉપકાર અહીં કામ લાગ્યો. મે મારાં ટ્રસ્ટી ને ફોન કર્યો. એને બધું જણાવ્યું. એને મને ખાલી એટલું જ કીધું કે તું કાલે સુરત આવી જા. બસહુ થઇ જશે.હું તો ખુશ થઇ ગયો. જાણે કે દુખીયારા ને કોઈ સહારો મળી ગયો. હું અને ભૂમિ સમાન પેક કરી ને (સામાન માં માત્ર 3 જ બેગ હતા. 2 બેગ કપડાં ના અને 1 બેગ ના થોડોક જ જરૂરી સામાન) સુરત માટે નીકળ્યા. સુરત આવી ને ટ્રસ્ટીને ફોન કર્યો અને એ વિપુલભાઈએ અમને એક રૂમ રહેવા માટે આપી. પણ એ વિસ્તાર માં તકલીફ પડે એમ હતી એટલે 5 દિવસ બાદ અમને વિપુલભાઈ એ જ બીજી જગ્યા એ શિફ્ટ કરી દીધા. એ રૂમ હતી અમારી જ શાળા ના એક કર્મચારી વૈશાલી બેનની. એ બેન ના ઘરે જ અમારું જમવાનું નક્કી કર્યું કેમ કે જમવાનું બનાવવા માટે અમારી પાસે સામાન હતો જ નહિ. શરૂવાત ના દિવસો માં તો અમે બહારથી જ લાવી ને ખાધું હતું. થડોયા દિવસ બાદ અમે ઇન્ડક્શન વસાવી લદીધુ અને જરૂરી એક બે સામાન. પછી તો અમે જાતે જ બધું બનાવી ને જમવા લાગ્યા.

                   સાવ સાચું કહું તો શરૂવાત માં અમારી પાસે ચમચી પણ હતી નહિ. અને અત્યારે અમારી ઘરે કોઈ આવે તો જોય ને આશ્ચર્યચકિત થઇ જાય. અમે ભાગ્યા એટલે તરત જ મારાં અને મારાં પપ્પા ના સંબંધ પુરા થઇ ગયા. જે આજદિન સુધી એમ જ છે. ઘણી વખત મને એમ લાગે કે મે શું કઈ ખોટું કર્યું તે એ લોકો મને નથી બોલાવતા..?અમારા કોર્ટ મેરેજ થવાંથી ઘણા બધા ને દુઃખ થયું છે અને એ સ્વાભાવિક પણ છે. પણ અમે સીધા ભાગ્યા જ નહોતા. એના પહેલા અમે ઘરે ઘણી વાર મનાવવાની કોશિશ કરી હતી. પણ ત્યારે એ લોકો માનતા જ હતા નહિ. ખબર નહિ કેમ. પણ અમે ભાગ્યા બાદ તો વાત જ જવા દો કે અમે કેમ દિવસો કાઢ્યા છે. કેવું કેવું સહન કર્યું છે. ખાવા માટે પૈસા ની કમી થઇ જતી હતી. ક્યારેક ક્યારેક ખાઈ શકાતું હતું નહિ. પણ એ સમય માંથી પણ અમે નીકળી ગયા.

                   અમારી ડેરિંગ તો જોવો મેરેજ કર્યા બાદ અમે મારાં ઘરે ગયા હતા મમ્મી પપ્પા ના આશિર્વાદ લેવા...

(ક્રમશ:)


Post a Comment

0 Comments