Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (13)

             હવે સમય હતો અમારા માટે એક રૂમ શોધવાનો. એના માટે મે, મારાં કઝીન ભાઈ અનિલે અને મારાં સસરા દ્વારા પ્રયત્ન શરુ કર્યા. જેણે ભાગીને લગ્ન કર્યા હોય એને જલ્દી કોઈ રૂમ પણ ના આપે ભાડે. તેમ છતાં થોડી મહેનત કર્યા બાદ એક રૂમ અમને ભાડે મળી અને અમે રહેવાની શરૂવાત કરી. અમારા મેરેજ બાદ મારાં ઘર તરફથી તો ટાટા બાય બાય થઈ ગયું હતું પણ મારાં સસરા તરફથી સહયોગ મળ્યો હતો. એ સહયોગ ને કારણે જ અમારા સંબંધ જળવાઈ રહ્યા હતા. નહીંતર તમે જ વિચારો મારી પાસે ખાસ કશી આવક હતી જ નહિ અને અમે લગ્ન કરી લીધા હતા. ઘર કેમ ચાલી શકે આવક વગર..?? હા નોકરી કરતો હતો પણ એ પ્રાઇવેટ માં. જ્યાં વધારે પગાર પણ હતો નહિ. જેમ તેમ કરી ને અમે રૂમ શરુ કરી. શરૂવાત માં અમારી પાસે અગાઉ કીધું એમ સામાન માં ખાસ કશું હતું નહિ. પણ ધીમે ધીમે અમે વસાવા નું શરુ કર્યું અને જોતજોતામાં ઘણો બધો સામાન થઈ ગયો.


            આ સમય દરમિયાન મારે મારાં પોસ્ટ ગ્રેજ્યુએશન ની પરીક્ષા દેવા અમરેલી જાવાનું થયું પણ ઘરે સંબંધ હતો નહિ  એટલે મારે નાછૂટકે ગેસ્ટ હાઉસ માં રોકાવું પડ્યું. અને મે મારાં પેપર આપ્યા. ધીમે ધીમે લાઈફ પસાર થઈ રહી હતી. આ સમય ગાળા દરમિયાન મારાં પપ્પાને મે 2 થી 3 વાર કહ્યું હતું કે મારાં સસરા અમારા લગ્ન રીતરિવાજ મુજબ કરવા માંગે છે અને એનો ખર્ચો એ આપી દેશે જો તમે માની જાવ તો. થોડો સમય મારાં પપ્પા માન્યા નહિ પણ પછી એ માની ગયા અને અમારા રીતરિવાજ મુજબ ધામધૂમથી લગ્ન થયાં. તારીખ હતી 02/08/2015. આમ જોવા જઈએ તો રિતિરિવાજ પ્રમાણે લગ્ન તો થઈ ગયા પણ મનમાં રહેલી કડવાહટ દૂર ના થઇ શકી. મારાં પપ્પા એ સમાજ ને કારણે અમારા લગ્ન કરાવી આપ્યા. પણ મનમાં ક્યાંક ઉણપ રહી ગઈ હોય એવુ થયું. ખેર જે હોય તે આ રીતે અમારા બીજી વાર લગ્ન થયાં. અને અમારો સંસાર ધીમે ધીમે આગળ વધવા લાગ્યો.

            આ સમય દરમિયાન મારાં ઘરની આર્થિક સ્થિતિ સારી હતી નહિ. બે છેડા ભેગા થતા હતા જ નહિ  કેમ કે મારો પગાર એટલો બધો હતો નહિ. આના નિવારણ માટે ભૂમિ એ પણ જોબ કરવાનું નક્કી કરી લીધું અને મે મારી જ શાળા માં ડબલ પાળી નોકરી કરવાનું નક્કી કરી લીધું. સવારે હું સાથે શાળા એ જાવ અને બપોરે 12 વાગ્યે ઘરે ખાવા આવું. ભૂમિ ને બપોર ની શાળા હતી એટલે એ રસોઈ બનાવી ને ચાલી જતી. હું બપોરે આવું ત્યારે એ રસોઈ ગરમ કરી ને જમી ને તરત પાછો શાળા એ જાતો કેમ કે મારી સવારની શાળા 12 વાગ્યે છૂટતી અને બપોરની શાળા 12.30 વાગ્યે સ્ટાર્ટ થઈ જાતિ. મારે આ વચ્ચેની 30 મિનિટ માં જ ઘરે જઈને જમીને પાછુ શાળા એ આવી જાવાનું રહેતું. બપોર પાળી માં મારે સળંગ 6 પિરિયડ લેવાના થતા અને ત્યારબાદ   ત્યાંથી સીધા ટ્યુશન માં જાવાનું. ટ્યુશન મારું 5.30 થી 7.30 સુધી રહેતું અને હું રાત્રે 8.20 વાગ્યે આવતો. વિચારો સવારે 6.30 વાગ્યાનો ઘરેથી નીકળી જાવ અને રાત્રે 8.30 વાગ્યે ઘરે આવતો. આટલું કરતો ત્યારે માંડ માંડ બે છેડા ભેગા થતા. આવાને આવા 2 વર્ષ મે વિતાવ્યા. મનમાં ઘણી વખત હારી જાતો. અને ઘણી વાર એમ થતું કે આ બધું મૂકી ને ક્યાંક ચાલ્યો જાવ તો ક્યારેક આપઘાત નો પણ વિચાર આવતો. પણ જીવ વહાલો બોવ એટલે એ શક્ય બન્યું નહિ અને સંબંધો ની માયા પણ ખરી એટલે દૂર પણ ક્યાય જઈ ના શક્યો. બસ મનમાં ને મનમાં દુઃખી થયાં રાખતો. સાવ કંટાળી ગયો હતો. આ સમય દરમિયાન 2 મહત્વની ઘટનાની શરૂવાત મારાં જીવનમાં થઈ. એક મે યૂટ્યૂબ માં ચેનલ શરુ કરવાનું વિચાર્યું અને બીજું 2107 માં સરકારી ની ભરતી આવી જેમાં મે ફોર્મ ભર્યું. 2013 થી 2017 સુધી પ્રાઇવેટ ના ધક્કા ખાધા.

            મને શરૂવાત થી જ ગેજેટ નો ભારે શોખ. કોઈ કોમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય એની અંદર બધું શીખવાની ઈચ્છા બોવ જ. એટલે જ 2016 માં મે એક યુટ્યુબ ચેનલ શરુ કરી જેનું નામ મે વરિયા ભાવેશકુમાર જ રાખેલું. પણ એ સમયે મને યુટ્યુબ માં વિડીયો અપલોડ કરવાનું કે એને રિલેટેડ કોઈ જ જ્ઞાન હતું નહિ. હું મનફાવે એવા વિડીયો એમાં મુકવા લાગ્યો અને એમાં એ એમાં મને 3 કોપીરાઈટ સ્ટ્રાઇક મળી. અને યુટ્યુબ નો નિયમ છે જો તમને 3 કોપીરાઈટ સ્ટ્રાઇક મળે તો તમારી ચેનલ ડીલીટ થઈ જાય અને મારે પણ એવુ જ થયું. મારી ચેનલ ડીલીટ થઈ ગઈ અને મારું આઇડી પણ બેન થઈ ગયું. હું નિરાશ થઈ ગયો પણ હિમ્મત નહોતો હાર્યો. મે આ સમય દરમિયાન બ્લોગ પણ શરુ કર્યા હતા. અને એમાં એડસેન્સ ચાલુ પણ થઈ ગયું હતું. પણ લાલચ બુરી ચીઝ હોતી હૈ એટલે જ લાલચ માં આવ્યો અને મારું એડસેન્સ પણ સસ્પેન્ડ થઈ ગયું. પછી સમય બાદ મે એક નવું જીમેલ એકાઉન્ટ બનાવ્યું અને એમાં મે એક યુટ્યુબ ચેનલ બનાવી. શરૂવાત માં માં અલગ અલગ રાખ્યા પણ અંતે ફાઈનલી મે મારી ચેનલ નું નામ B R Variya રાખી દીધું અને નસીબ સાથે હશે એટલે આ ચેનલ ચાલી અને સફળ થઈ. ધીમે ધીમે લોકો જોડાવા લાગ્યા અને આ લખુ છું ત્યાં સુધી માં 33500+ સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે.

            બીજી મહત્વની ઘટના એટલે મારી ભરતી માટે નું ફોર્મ ભરવાનું. થયું એવુ કે ભરતી ની જાહેરાત આવી ત્યારે હું એમાં ફોર્મ ભરવાનો હતો જ નહિ. કેમ કે એની પહેલા 3 થી 4 અલગ અલગ ભરતી માં મે ટ્રાય કરેલી પણ વારો આવતો જ નહિ એટલે નિરાશ થઈ ગયો હતો. પણ આ સમયે મારાં પરમ મિત્ર અને મારાં મોટા ભાઈ સમાન એવા કુમારદીપ બોરીસાગર દ્વારા મને ભલામણ કરાઈ કે ફોર્મ ભરી દે તારો વારો આવી જશે. મને થયું ચાલને હું ફોર્મ ભરી દવ. મે ફોર્મ ભરી દીધું ફોર્મ ની ફી પણ ભરી દીધી અને નિરાંતે બેસી ગયો કેમ કે ખબર જ હતી કે આપડો તો વારો આવશે જ નહિ. પણ નસીબ માં કંઈક અલગ જ લખ્યું હતું. અને મને નોકરી મળી.

            નોકરી ની કહાની પણ રોમાંચક છે. થયું એવુ કે ભરતીના ફોર્મ ભરાયા બાદ એના મેરીટ ના રાઉન્ડ બહાર પડ્યા પહેલો રાઉન્ડ બહાર પડ્યો, મારું એમાં કટોફ માં નંબર આવ્યો નહિ. ત્યારબાદ બીજો રાઉન્ડ પડ્યો, કટોફ માં પાછુ નામ આવ્યું નહિ. હવે વારો હતો 3rd રાઉન્ડ નો. ત્રીજા રાઉન્ડ નું કટોફ જાહેર થયું અને એ કટોફ માં મારો સમાવેશ થતો હતો. મને ભરતી બોર્ડ તરફથી મેસેજ આવ્યો પણ મને એમ કે આ ખોટું હશે. મે સાંજે ઘરે જઈને ચેક કર્યું તો મારો વારો બતાવતા હતા. મને હજુ વિશ્વાસ આવતો હતો નહિ. મે કોલ લેટર કાઢવાની કોશિશ કરી અને ગેસ વોટ ? મારો કોલ લેટર નીકળ્યો અને એમાં લખ્યું હતું તારીખ 28/03/2017 ના તમે જિલ્લા અને શાળા પસંદગી માટે ગાંધીનગર ભરતી પસંદગી સમિતિ માં હાજર રહેશો. સાવ સાચું કહું તો આ લેટર જોઈને હું અને ભૂમિ લગભગ 1 કલાક રડ્યા હશું. ઓફકોર્ષ ખુશી ના કારણે જ. પણ એ લેટર જોઈને મને એટલી ખુશી મળી હતી કે ના પૂછો વાત. હું અને ભૂમિ 26 તારીખે અમદાવાદ ગયા અને ત્યાંથી ભૂમિના કાકા જોડે ગાંધીનગર ગયા. સવારના ગયેલા તે છેક સાંજે મારો વારો આવ્યો. પણ એ ખુશી પાછી ગમ માં ફેરવાઈ ગઈ. કેમ કે મારો વારો આવ્યો અને જગ્યા ફૂલ થઈ ગઈ. હું દુઃખી થઈ ગયો. મને એમ લાગ્યું કે હવે મને નોકરી નહિ મળે. અહીં સુધી આવ્યો અને નોકરી ના મળી એટલે રડવા લાગ્યો. આ વખતે દુઃખી ના આંસુ હતા. પણ ભૂમિ ના કાકા એ સમજાવ્યું કે હજુ વેઇટિંગ લિસ્ટ ખુલશે અને એમાં મારો વારો આવી જશે કેમ કે મારાથી જ મારાં વિષય માં અટકેલું હતું. અમે નિરાશ થઈ ને ઘરે આવી ગયા. હું નિયમિત વેબસાઈટ જોવાનું રાખતો અને વિચારતો કે ક્યારે હવે આ વેઇટિંગ ખુલશે અને મારો વારો આવશે.આમને આમ 2 મહિના વીતી ગયા. અમે આ સમય દરમિયાન ફરવા જાવાનું નક્કી કર્યું. અમે દિલ્હી અને આગ્રા ફરવા ગયા. દિલ્હી માં અમે અક્ષરધામ મંદિર માં દર્શન માટે ગયા હતા. ત્યાં બધો સમાન જમા કરી દેવાનો હોય અને મોબાઈલ બંધ કરવાનો હોય અમે પણ એમ જ કર્યું અને અક્ષરધામ મંદિર ના દર્શન કર્યા. દર્શન કર્યા બાદ અમે બહાર નીકળ્યા અને મે મારો મોબાઈલ ચાલુ કર્યો. ચાલુ કર્યા ભેગો જ એક મેસેજ આવ્યો ભરતી બોર્ડ નો કે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે આ તરીખે અને આ સમયે અહીં હાજર રહેશો. હું એ સમયે દિલ્હી માં હતો અને વેરિફિકેશન ની તારીખ નજીક હતી. મારે તાત્કાલિક ફ્લાઇટ ની ટિકિટ બુક કરાવી અને અમે તાબડતોબ દિલ્હી થી સુરત આવ્યા અને બીજા જ દિવસે હું ગાંધીનગર જવા નીકળ્યો અને મારી શાળા પસંદગી થઈ અને મને નોકરી નો ઓર્ડર મળ્યો. તારીખ નો પણ સંયોગ ગજબ આવ્યો. મારો પહેલો કોલ લેટર જે તારીખનો નીકળ્યો એ તારીખ અમારા મેરેજ ની તારીખ છે 28/03, ત્યારબાદ મને શાળા પસંદગી 13/06 ના રોજ કરી,14/06 મારો જન્મદિવસ, 15/06 જિલ્લામાં જઈને મે મારો ઓર્ડર લીધો અને 16/06 ના રોજ હું શાળા માં હાજર થયો. આજે આ વાતને 4 વર્ષ થઈ ગયા..


(ક્રમશ:)

Post a Comment

0 Comments