Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (11)

ખતરનાક પ્લાન


              સંબંધ થયો પુરો. અને આવી ગયા ઘરે. ભૂમિ રડવા જેવી થઇ ગઈ. હું મનમાં થોડો દુઃખી હતો. શરૂવાત ના દિવસો માં કોણ જાણે કેમ મને મજા આવતી હતી પણ અમુક દિવસો વીત્યા પછી ખબર નહિ શું થયું.. ભૂમિ ની જ યાદો આવવા લાગી. મને ક્યાંય ચેન પડતું હતું નહિ. સિગારેટ ની આદત ક્યારનીય છૂટી ગઈ હતી પણ આ સમય માં પાછી પીવાની આદત થઇ ગઈ. મનમાં ટેંશન જ રહેતું હતું. શું કરું શું ના કરું એજ ખબર હવે એક દિવસે થયું એવુ કે મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે ભૂમિ ને ફોન કરવો છે. એની સાથે વાત કરવાની ઈચ્છા થઇ આવી. ફોન તો મારી પાસે હતો નહિ. મારો ફોન મારાં ઘરવાળા એ લઇ લીધો હતો. એટલે કોઈન બોક્સ વાળા ફોન માંથી મે એને ફોન લગાડ્યો. સામેથી ફોન ઉપાડ્યો અને હું કાંઈજ બોલ્યો નહિ. એક પણ શબ્દ બોલ્યો નહિ. એક મિનિટ સુધી આમનમ હું ચૂપ જ રહ્યો અને પછી જે મને સાંભળવા મળ્યું ત્યારે એમ થયું કે હું મોટી ભૂલ કરી રહ્યો હતો. સામેથી એક વાક્ય બોલાયું  "હવે કઈ બોલીશ ભાવુ". સાચે જ મિત્રો મે એક પણ શબ્દ નહોતો બોલ્યો કે નહોતો મે મારાં ફોન માંથી ફોન કર્યો. કોઈન બોક્સ માંથી ફોન કર્યો હતો. મે એને પૂછ્યું તને કેમ ખબર પડી કે હું જ છું ? તો એ કહે હું તારા શ્વાસ ને પણ ઓળખું છું. સાચે જ મિત્રો આ હકીકત કહું છું. ત્યારે એમ થયું કે ના મારી જ ભૂલ હતી મે એને છોડવાનો નિર્ણય કર્યો એ. પછી તો અમારી બંને વચ્ચે ધીમે ધીમે પછી વાત ચાલુ થઇ ગઈ અને અમારૂ પેચઅપ થઇ ગયું.


              આ સમય દરમિયાન દિવાળી નો સમય આવ્યો અને મને ટ્યુશન માંથી 10 હજાર રૂપિયા મળ્યા મારાં પેમેન્ટ ના. લાસ્ટ એપિસોડ માં મે કુલ 10 હજાર ની વાત કરી હતી પણ ખરેખર 10 નહિ પણ 25 હજાર નું પેમેન્ટ નક્કી થયું હતું વાર્ષિક. એમાંથી મને દિવાળી એ 10 મળ્યા. ઘરે વાત થઇ તો ઘરેથી એક જ જવાબ આવ્યો કે ઘરે આપી દેજે. પણ મારે મારી એ પ્રથમ પગાર માંથી મારાં મારાં માટે મોબાઈલ લેવો હતો પણ ઘરના માનતા જ હતા નહિ. તોય એમના વિરુદ્ધ જઈને મે દિવાળી ના સમય માં 10 હજાર વાળો એક સેમસંગ કંપની નો મોબાઈલ લીધો. જો કે સમય જતા એ ફોન ચોરી થઇ ગયો. અને પાછો હું ફોન વગર નો થઇ ગયો.


              મારી જે શાળા હતી ત્યાં મને ઘણા જ સારા સહકર્મચારી મળ્યા હતા. એમાં પણ 2 મિત્રો ખાસ મળ્યા હતા જયેશ જાસોલીયા અને શૈલેષ ખડસલિયા. બને મિત્રો નો સાથ મને ઘણી વાર મળ્યો. એમને હજુ પણ યાદ કરું તો ખુશ થઇ જવાય છે.આ સમય દરમિયાન મને મારાં ઘરેથી ઘણી બધી છોકરી બતાવતા હતા લગ્ન માટે. અને હું બધા ને ના જ પડતો હતો. મારે હવે કંઈક બીજે જ લગ્ન કરવા હતા એટલે. પણ આ સમય દરમિયાન મે મારાં ઘરે ઘણી વાર અમારા લગ્ન માટે વાત કરી પણ ઘરના લોકો કોઈ માનવા તૈયાર જ હતા નહિ. જયારે જયારે પણ વાત કરું ત્યારે ત્યારે ના જ પડી દેતા. આથી એક દિવસ આ બધી બાબતો થી કંટાળી ને  મે એક પ્લાન બનાવ્યો. જે એકદમ ફિલ્મી જેવો જ હતો. મે નક્કી કર્યું ઘરેથી ભાગી જાવાનું (એકલા હો...). એક દિવસ સમય મળ્યો અને હું ઘરેથી ભાગી ને રાજકોટ આવી ગયો. રાજકોટ માં જામનગર રોડ પર હું રોકાયો. ક્યાં રોકાયો એ નહિ કહી શકું. એના માટે માફ કરજો. પણ હું રાજકોટ ભાગી ને આવી ગયો છું એ મે કોઈને કીધું હતું જ નહિ અને મારો ફોન જે મારી પાસે હતો એ પણ બંધ કરી દીધો હતો. આ બાજુ મારાં ઘરના બધા લોકો મને ચારે બાજુ શોધવા લાગ્યા પણ મારો ક્યાય પતો લાગ્યો નહિ.ઘણું બધું શોધવાની કોશિશ કરી પણ અંતે સફળતા મળી જ નહિ અને અંતતઃ છેલ્લે મારો ભાઈ અને મારાં મોટા પપ્પા પોલીસ સ્ટેશન માં ગયા જાણ કરવા માટે. આ બધી વાત ની મને ખબર જ હતી કેમ કે મારો એક જાસૂસ અહીં એની સાથે જ હતો. અને એની પાસે મારો એક અલગ નવો નંબર હતો જ.


              લગભગ 5 દિવસ વીત્યા બાદ મે મારાં મોટા પપ્પા ને ફોન કર્યો કેમ કે પપ્પા સાથે વાત કરવામાં તો મને બીક જ લાગે અને હજુ પણ લાગે છે. મોટા પપ્પા ને ફોન કરી ને પહેલા તો જણાવ્યું કે હું સહી સલામત છું. મને કઈ નથી થયું. અને પછી ભાગવાનું કારણ જણાવ્યું. જે તમે જાની જ ગયા હશો. મે મારાં મોટા પપ્પા ને કીધું કે દાદા હું ભૂમિ સાથે લગ્ન કરવા માંગુ છું અને જો તમે લોકો મારાં લગ્ન કરાવી આપતાં હોવ તો જ હું ઘરે પાછો આવીશ નહીંતર નહિ આવું ક્યારેય. સામેથી દાદા એ કીધું સારુ અમે ઘરના બધા વડીલો ભેગા થઇ ને નક્કી કરી ને તને જણાવું છું. પણ તું ઘરે આવતો રહે. દાદા રડવા જેવા થઇ ગયા હતા. હેત જો કરે છે મને. મે કીધું હા હું આવી જઈશ પણ મારી આ શરત માનશો તો... આ વખતે મે નક્કી જ કર્યું હતું કે આર યા પાર. થોડા સમય પછી દાદા નો ફોન આવ્યો અને મને કીધું કે કુટુંબ ના બધા વડીલો તારે વાત માની ગયા છે. તું ઘરે આવી જા અમે તારા લગ્ન કરાવી આપીશું. હું ખુશ થઇ ગયો અને રાજકોટ થી પાછો સુરત જવા નીકળી ગયો.


              સુરત આવ્યા બાદ હુ સીધો મારી મોટી બહેન ના ઘરે ગયો.ત્યા થોડો સમય રહ્યો અને પછી હુ મારા ભાઇના રૂમ પર ગયો. સુરત આવ્યા બાદ મને એમ હતું કે આ લોકો અમારા સંબંધ ની વાત ઝડપી જ કરશે. થોડા દિવસ વીત્યા. પણ ઘરના કોઈ પણ સભ્યમાંથી અમારા સંબંધ ની વાત જ ના કરે. એટલે મે એક દિવસ પૂછી જ લીધું કે અમારા સંબંધ ની વાત કેમ નથી કરતુ કોઈ તો જવાબ આવ્યો થોડા દિવસ રાહ જો. મે કીધું હશે હજુ થોડા દિવસ રાહ જોઈ લઈએ એમાં શું. પણ કોને ખબર હતી કે જેના માટે મે આ મહેનત કરી એની સાથે ફરીવાર મારે સંબંધ તોડવાનો વારો આવશે...હા મારી અને ભૂમિ વચ્ચે પાછુ બ્રેકઅપ થઇ ગયું.

(ક્રમશ:)


Post a Comment

0 Comments