Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (10)

                    

                         હવે સમય હતો આગળ ના 6 મહિના પસાર કરવાનો. અમારું દ્વિતીય સત્ર શરુ થયું. અલગ અલગ પાઠ આપવાના અને એને અનુસાર ભણવાનું અને ભણાવવાનું શીખવાનું. ધીમે ધીમે સમય પસાર થઇ રહ્યો હતો. અમારા દિવસો આમ જ નીકળી રહ્યા હતા. અગાઉ કીધું એમ હું ઘણી વખત ભૂખ્યો રહ્યો છું પણ મન મક્કમ હતું. આવી રીતે અમારી દ્વિતીય સત્ર ની પરીક્ષા આવી અને મેં જણાવ્યું એમ પરીક્ષા અને ભૂમિ ને 36 નો આંકડો હતો. હવે થયું એવું કે પરીક્ષા ખંડ માં ભૂમિ એના રૂમ માં હતી અને પેપર આપતી હતી ત્યાં બરાબર સ્કવોડ વાળા ચેકીંગ માં આવ્યા. ઘણા વિદ્યાર્થી ચોરી લાવ્યા હતા એમાં થી કોઈએ ગભરાઈ ને એક કાગળ પાછળ તરફ નાખ્યો અને ભૂમિ ની બેન્ચ સુધી પહોંચ્યો. ક્લાસ માં રહેલ શિક્ષકે કીધું કોઈ પાસે કઈ હોય તો આપી દેજો અને આજુબાજુ પણ જોઈ લેજો જો કઈ હોય તો આપી દો. ભૂમિ એ આજુબાજુ જોયું તો નીચે એક કાગળ હતો. એ લેવા એ નીચે નમી અને જેવી દેવા માટે ઉભી થઇ ત્યાં જ પેલા સ્કવોડ વાળા ક્લાસ માં આવી ગયા અને ભૂમિ ના હાથ માં ચીઠી જોઈ ગયા. કઈ પણ જોયા જાણ્યા વગર સીધું એક જ કામ કર્યું જે એ લોકો કરતા હોય છે "કોપી કેસ". 😭😭 હા ભૂમિ ને અને એની સાથે ક્લાસ માં બીજા 8 લોકો ને એકસાથે કોપી કેસ માં નાખી દીધા અને પેપર આપવા દીધું જ નહિ. ભૂમિ એ ઘણું સમજાવવા કોશિશ કરી પણ એ ઓફિસર ટસ ના મસ ના થયાં. ભૂમિ તો રડવા જ લાગી કેમ કે સપનું તૂટટુ દેખાવા લાગ્યું. ઘણી મનાવવા ની કોશિશ કરી, ઘણું સમજાવ્યું કે આ કાગળ મારો નથી પણ તોય એ લોકો માન્ય જ નહિ. અને થઇ ગયો કોપી કેસ. જેને કારણે ભૂમિ ફાઇનલ પરીક્ષા આપી જ ના શકી. અંદર થી ઘણી જ દુઃખી થઇ, ટેંશન માં આવી ગઈ. પણ શું કરીયે નસીબ માં હોય તો આવું પણ થાય. પછી તો એને બીજા વર્ષે પરીક્ષા આપવા મળી અને એ એમાં પાસ થઇ પણ એક વર્ષ બગડ્યું.


અમારી ફાઇનલ પરીક્ષા નું પરિણામ આવ્યું અને મારું પરિણામ 83.6 ટકા આવ્યું. પરીક્ષા પુરી થઇ. કોલેજ પુરી થઇ અને અમે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા.

 

શિક્ષક તરીકે સફરની શરૂવાત

                   હવે સમય હતો સ્વપ્ન પૂરું કરવાનો. બીએડ પૂરું થઇ ગયું હતું. મેં પહેલા રાજકોટ જઈને જ એક શિક્ષક ની નોકરી માટે વિચાર્યું  પણ પછી પાછી રહેવાની સમસ્યા આવતી હતી. એટલે અંતે નક્કી કર્યું સુરત જાવાનું. સુરત મારાં ભાઈ ની રૂમ પણ હતી અને ત્યાં પ્રાઇવેટ સંસ્થા માં નોકરી પણ મળી જાય.આપડે તો બેગ પેક કરીને ઉપાડ્યા સુરત તરફ. સુરત શહેર ની મારાં પર કંઈક અલગ જ અસર હતી. મારો ભાઈ હું જયારે 9 માં હતો ત્યારે એ સુરત હીરા ના કામ માટે ગયેલા હતા અને એ જયારે પણ દિવાળી ના સમયે ઘરે આવતા ત્યારે કંઈક અલગ જ લાગતા. એને નવા નવા કપડાં પહેરેલા હોય અને અત્તર ની ખુશ્બુ આવતી હોય. નવા બુટ હોય અને આ બધું જોઈને મને પણ એમ થતું કે સુરત જઈને હું પણ આવું બધું કરવા લાગીશ (નાદાન હતો. ખબર જ નહોતી કે આના માટે મહેનત કરવી પડે છે).

                   વર્ષ 2013 હું સુરત પહોંચ્યો અને જતા વેંત જ મેં નોકરી ની શોધ કરવાની શરૂવાત કરી દીધી.ભૂમિ તો સુરત જ હતી એના પપ્પા ના ઘરે. મેં ઘણી જગ્યા એ ડોક્યુમેન્ટ આપ્યા પણ ક્યાય મેળ પડતો હતો નહિ. છતાં મેં શોધખોળ ચાલુ જ રાખી હતી.એવામાં એક શાળા માં હું ગયો જેનું નામ હતું P M BHAGAT HIGHSCHOOL KATARGAM (GRANTED). આ શાળા માં મેં મારું ઇન્ટરવ્યૂ આપ્યું અને એ લોકો એ મને હા પાડી. પગાર સાંભળશો તો હસવું આવશે. પગાર નક્કી થયો 3500 રૂપિયા મહિને. મેં તો હા જ પડી દીધી કેમ કે મને બીજી કઈ ખબર જ નહોતી કે કઈ શાળા માં જવાય જેથી પગારધોરણ સારુ મળે. હું તો જોબ મળી એનાથી જ ખુશ હતો. કારણ કે મેં પૈસા જાજા જોયા જ હતા નહિ. મેં હા પડી અને નવા સત્ર થી શાળા ની શરૂવાત કરી.

                   સત્ર ના પહેલા દિવસે જ જોવા જેવું થયું. મારું શરીર એકદમ દુબલુ પાતળું હતું બીએડ માં ભૂખ્યા રહેવાથી અને વળી પાછી મારી હાઈટ પણ ઓછી. 

વિદ્યાર્થી ની સાથે ઉભા રાખો તો વિદ્યાર્થી જ લાગુ. પહેલો દિવસ હતો. હું શાળા એ તૈયાર થઈને ગયો. શાળા નો ડ્રેસ હતો પણ મેં હજુ સીવડાવ્યો હતો નહિ એટલે સાદા કપડાં પહેરીને જ ગયો.પહેલા દિવસે જ હું લોબી પર ઉબજો હતો અને ત્યાં ના એક શિક્ષકે મને કીધું બેટા ક્યાં ધોરણ માં એડમિશન છે. મેં ધીમે થી કીધું હું અહીં શિક્ષક તરીકે જોબ માં લાગ્યો છું. એ સાહેબ હસવા લાગ્યા. અને મને સ્ટાફ રૂમ માં લઇ ગયા. આમ મેં મારી એક નવી સફર ની શરૂવાત કરી. શાળા એ જાવાનું અને મહિને પગાર થાય એ ભાઈને આપી દેવાનો. એ એમાંથી મને વાપરવા માટે પૈસા આપે. પણ અફસોસ મને એ પૈસા માંથી ક્યારેય મારી જરૂરિયાત લુરી થાય એવુ થતું જ નહિ. મનમાં ને મન માં ખુબ દુઃખી થતો. વિચારતો કે મારી સાથે જ કેમ આવું થાય છે. બીજા બધા તો એ ને મોજથી જ રહે છે ને હું જ કેમ આમ રહુ છું. મારો શું વાંક.??... ખેર જે હોય તે. આમ જ દિવસો પસાર થવા લાગ્યા. સુરત માં હોવ કે બીજા કોઈ સિટી માં. તમે પ્રાઇવેટ શાળા ના પગારમાં ઘર ના ચલાવી શકો. એના માટે તમારે અલગથી ટ્યુશન ક્લાસીસ માં જવું જ પડે અને મને પણ એવા જ એક ટ્યુશન ક્લાસીસ ની ઓફર આવી અને મેં એ સ્વીકારી લીધી. વર્ષ ના 10000 રૂપિયા માં. ધીમે ધીમે આ બધું ચાલતું હતું.

                   બીજી બાજુ મારી અને ભૂમિના સબંધ ની ઘરે એમ જ હતું કે પૂરું થઇ ગયું છે.પણ અમારો સંબંધ પુરો થયો હતો જ નહીં. અમે ફોન માં વાતું કરતા જ હતા. ઘણી વાત ઝગડતા લડતા અને પાછા એક થઇ જતા. આ સમય દરમિયાન હું જે શાળા માં જોબ કર્યો હતો એ શાળા ગ્રાન્ટેડ હતી અને એ સમયે મારાં વિષય ના શિક્ષક ફાઝલ માંથી પાછા આવ્યા અને મને દિવાળી પછી આવવાની ના પાડી. હું તો ટેંશન માં આવી ગયો હવે શું કરવું કેમ કે અડધું સત્ર પૂરું થઇ ગયું હતું અને બીજે તાત્કાલિક મેળ પડે એમ હતો નહિ. આ સમયે મારાં જ બીએડ ના એક સાથી મિત્ર કુણાલ પંડ્યા જે બીજી શાળા માં જોબ કરતો હતો એને પરીક્ષાની તૈયારી કરવી હતી એટલે એ શાળા છોડવા માંગતો હતો. મને વાત કરી અને મેં એની જગ્યા એ એની શાળા માં નક્કી કરી નાખ્યું. એ શાળા નું નામ હતું 'અક્ષર જ્યોતિ હાઈસ્કૂલ'. અને એ ભાઈ કુણાલ પંડ્યા પછી તો પરીક્ષાની તૈયારી માટે ભાવનગર ગયો અને તલાટી ની પરીક્ષા પાસ કરીને નોકરી પર લાગી ગયો. વલસાડ ના ધરમપુર ગામ માં. તમારામાંથી લગભગ કોઈ એને ઓળખતું હશે.

                   હવે નવી શાળા માં મારી જર્ની સારી રહી કેમ કે મને સરકારી નોકરી મળી ત્યાં સુધી મેં આજ શાળા માં જોબ કરી હતી. આ શાળા મારાં માટે તો એક પરિવાર જેવી બની ગઈ હતી.શાળા ના સંચાલકો પણ ખુબ સારા અને શાલનો સ્ટાફ પણ ખુબ જ સારો હતો  એ સ્ટાફ સાથે હજુ પણ ઘણી યાદો જોડાયેલી છે. શાળાના એક સંચાલક એવા વિપુલભાઈ ગાબાણી નું મારાં લગ્ન જીવનમાં ખુબ જ અગત્યનું પાસું રહ્યું છે. આગળ જણાવીશ. આ સમય દરમિયાન હું અને ભૂમિ ઘણી વખત વાતો કરતા હતા એમાં ઘણી વાર લડવાનું થઇ જાતું અને એક વાર તો લડાઈ એટલી બધી વધી ગઈ કે અમારા બંને ના ઘરમાં પછી ખબર પડી ગઈ અમારા બંને ની. આ લડાઈ એટલી બધી ઉગ્ર બની ગઈ હતી કે જેના કારણે મેં ભૂમિ સાથે બધા જ સંબંધ તોડી નાખ્યા અને એના માટે હું અને મારો ભાઈ એના પપ્પા ના ઘરે ગયા અને ભૂમિ એ મને જે જે વસ્તુ આપી હતી એ પછી આપી આવ્યા અને કીધું કે હવે ભૂમિ ને અને ભાવેશ ને સંબંધ પુરા. તમારી દીકરી ને સાચવજો અને અમે ભાવેશ ને સાચવશું. બોલો આમ મેં મારાં સંબંધ નો અંત લાવી દીધો.

(ક્રમશ:)


Post a Comment

0 Comments