Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની ( 09)

                         હવે શરૂ થઈ મારી મારા સપના તરફની જર્ની. મે એક શિક્ષક બનવાનુ સપનુ ધોરણ ૧૨ માં જ નક્કી કરી લીધુ હતુ અને એના માટેનો રસ્તો પણ ધીમે ધીમે પસાર કરીને અહી સુધી આવ્યો હતો. એક વાત હુ હમેશા કહીશ કે મને અહી સુધી કોઈ પહોચાડનાર હોય તો એ મારા મોટાભાઈ છે જેમણે હંમેશા મારો સાથ દીધો આટલા બધા કાંડ કર્યા હોવા છતા. એમનો હુ હંમેશા આભારી રહીશ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કેમ્પસમાં અને બન્નેએ એક જ કોલેજમાં એડ્મિશન લેવાનુ નક્કી કર્યુ અને એડ્મિશન સાથે જ થયુ. હવે વારો હતો ફી ભરવા જાવાનો અને મારા પપ્પા મારી સાથે આવ્યા ફી ભરવા માટે. મારા ઘરે કે એના ઘરે કોઈને ખબર હતી નહિ કે અમે બન્ને એ સાથે એડ્મિશન લીધુ છે. પરંતુ મારા પપ્પા ભુમીને કોલેજના કેમ્પસમાં જોઈ ગયા અને એને ખબર પડી ગઈ. હવે કશુ થાય એમ હતુ નહી. ફી ભરાઈ ગઈ હતી અને એડ્મિશન થઈ ગયુ હતુ. મે રાજકોટમાં રૂમ રાખીને રહેવાનુ નક્કી કર્યુ. મારી સાથે મારો મિત્ર કુમારદીપ રૂમ પાર્ટનર બન્યો. અમે બન્ને એ મુંજકા ગામમાં એક રૂમ ભાડે રાખી જે યુનિવર્સિટીના કેમ્પસની બાજુમાં જ આવેલ છે અને મારી કોલેજ પણ યુનિવર્સિટી ના કેમ્પસમાં જ હતી. તો કોલેજે આવવા જવામાં ખાસ સમય બગડતો હતો નહિ. આ એજ સમય હતો જ્યારે મને ખબર પડી કે આગળ જતા શિક્ષક બનવા માટે ટેટ અને ટાટ નામની કોઈ પરીક્ષા આવે છે અને એ પાસ કરવી પડે તો તમે એક સરકારી શિક્ષક બની શકો બાકી નહિ. આ બાબતની જાણ મને મારા ભાઈ સમાન મિત્ર કુમારદીપ પાસેથી ખબર પડી. એ રૂમમાં ધોરણ ૬ થી ૮ ના પાઠ્યપુસ્તક વાંચે રાખતો અને હુ પુછતો કે આ બધી બુક શા માટે વાંચે છે ? ત્યારે મને ખબર પડી ટેટ અને ટાટ પરીક્ષાની.


                અમારા આ વર્ષમાં અમે બન્ને એ ખુબ જ મોજમસ્તી કરી. રોજ સાથે કોલેજ જાવાનુ, સાથે રીસેસ ના સમયમાં નાસ્તો કરવાનો, રવિવાર અને હોલીડે આવે એટલે એ દિવસ અમારા દ્વારા કોઈ સારી હોટેલ કે પછી ગાર્ડન કે પછી કોઈ મુવી થીએટરમાં જ પસાર થતો. હવે મોજમસ્તી ધીમે ધીમે ઓછી થવા લાગી. કારણ કે ભુમી ભણવા આવી એ એના પપ્પાને પસંદ આવ્યુ હતુ નહિ અને ભુમી એ બધાના વિરુધ્ધમાં જઈને ભણવા માટે આવી હતી. આ બધુ થવાથી ભુમીના પપ્પાએ એને પૈસા મોકલવાની ના પાડી. સામે બાજુ એ મારા પપ્પાએ મને ના તો નહોતી પાડી પણ મને એ જેટલા પૈસા મોકલતા એમાંથી મારુ પુરુ પડતુ નહિ. એક તો રુમનુ ભાડુ દેવાનુ અને બીજુ કોલેજના ખર્ચા. આ બધામાં મારા પપ્પા દ્વારા મોકલવામાં આવતા પૈસા પુરા પડતા નહિ. માટે મે અને ભુમી એ કોઈ જગ્યાએ નોકરી કરવાનુ વિચાર્યુ. આ સમય એવો હોય છે કે તમને ક્યાય પણ એવુ બોર્ડ દેખાય જાય ને કે માણસની જરુર છે તો સીધા જ તમે ત્યા જઈને પુછ પરછ કરો. મારા કિસ્સામાં પણ એવુ જ બન્યુ. હુ નોકરી શોધતો હતો અને મને એક જગ્યાએ બોર્ડ દેખાયુ REQUIRED. મે જઈને પુછપરછ કરી. ત્યાના મેનેજર સાહેબ માની ગયા અને મને અને ભુમીને નોકરી મળી ગઈ. શોપનુ નામ હતુ  PIZZA HUT. અને ભુમીને તો ખાસ કઈ અઘરુ કામ હતુ નહિ. મારા માટે કામ અઘરૂ હતુ. વાસણ ધોવાના, કચરો કાઢવાનો, ક્યારેક ક્યારેક માલ સામાન ની હેરફેર કરવી વગેરે આવા કામ હતા કરવા માટે. નોકરીનો સમય કલાક ઉપર રહેતો. જેટલી કલાક ભરો એટલો પગાર મળતો. થોડા દિવસ આ બધુ ચાલ્યુ. ભુમીથી આ બધુ જોવાતુ હતુ નહિ. કેમ જોવાય ? એણે ક્યારેય આવુ કામ કર્યુ જ નહોતુ. એના પપ્પા વેલ સેટ અને એના મમ્મી એલ.આઇ.સી માં ક્લાસ ૧ અધિકારી.

                મારે આ ચાલુ રાખવુ પડે એમ હતુ કેમ કે મારા પાસે પૈસા નહોતા. પપ્પા પાસે માંગતા બીક લાગતી. માંગુ તો આપવાની ના પાડે નહી. પણ મને જ કઈક અલગ જ બીક લાગે. ખબર નહિ આ ડર ક્યારે જાશે.....( કોઈ પાસે આનો ઉપાય હોય તો આવકાર્ય છે...) પૈસા માટે મારે નોકરી કરવી પડતી. સવારે ઉઠવાનુ. તૈયાર થઈને કોલેજે જવા નીકળી જાવાનુ. કોલેજ અમારી સાંજે ૪.૩૦ કે ૦૫.૦૦ વાગ્યે છુટતી. કોલેજેથી સીધો ચાલીને નોકરી પર જાતો. જે લગભગ ૪ થી ૫ કિમી થાય. રાત્રે ૧૧ વાગ્યા પછી છોડતા તો ઘરે જાવા નીકળુ અને રાત્રે કમસે કમ ૧ વાગ્યે ઘરે પહોચુ. ચાલીને જ જાવુ પડતુ. રાત્રે સ્પેશ્યલ રીક્ષા કરવી પડતી. જો વહેલા ઘરે જાવુ હોય તો. પૈસા હોય તો હુ રીક્ષા કરુ ને. રાત્રે ૧ આસપાસ ઘરે પહોચુ અને જમ્યા વગર જ સુઈ જતો. જમવાનુ લોજમાં રહેતુ. જ્યા પાસની સુવિધા રહેતી. પણ રાત્રે ૧ વાગ્યે કોણ જમવાનુ આપે. આવા મે લગભગ ૨ મહિના કાઢ્યા. હવે મારાથી એ સહન ના થયુ અને મે નોકરી છોડી દીધી. હવે અમે બીજે રહેવા ગયા હતા. જ્યા અમારી સાથે કુમારદીપ નો એક મિત્ર રહેતો હતો. જે હવે આ દુનિયામાં નથી રહ્યો. આ બીએડના વર્ષથી જ મને પહેલીવાર જીંદગીમાં સિગારેટ પીવાની લત લાગી ગઈ. આ સ્વાભાવિક હતુ લત લાગવી. સવારે ઉઠીને ખેતલાઆપાની ચા પીવો એટલે સિગારેટ પીવાનુ મન થઈ જ આવતુ અને આમજ મને સિગારેટની લત લાગી ગઈ. ભુમીને આ વાતની ખબર હતી નહી. મે એને જાણવા જ દીધુ નહોતુ કેમ કે એને વ્યસની છોકરા ગમતા જ નહિ એટલે. પણ અમારી કહાનીમાં જુટ્ઠ જાજો સમય ટકતુ નથી અને ભુમીને ખબર પડી ગઈ. પછી તો ભાઈ શુ હાલત થઈ મારી એને મનાવવામાં એની તો ના પુછો વાત !!!. માંડ માંડ માની.

                રાજકોટની એક વાત પસંદ આવી. અહિના લોકો ખર્ચીલા બહુજ. અને રાજકોટ સીટી બીજા શહેરો કરતા મને થોડુ મોંઘુ લાગ્યુ..મતલબ કે ત્યા ખર્ચ વધારે થઈ જાય. પણ એક વસ્તુ છે જે હુ આજે પણ મીસ કરુ છુ. એ છે ખેતલાઆપા ની ચા. મિત્રો,રાજકોટ જાવાનુ થાય તો ઇંદિરા સર્કલથી યુનિવર્સિટી રોડ તરફ અથવા રીંગરોડ પર તમને ખેતલાઆપા ની દુકાન જોવા મળશે. એક વખત ચા જરુર પીજો ત્યાની. આ રીતે ધીમે ધીમે અમારો અભ્યાસ આગળ વધતો હતો. શરૂવાતમાં માઇક્રોપાઠ અને બીજા પાઠ ભણાવવાના આવે. સ્ટાર્ટીંગમાં તો બોવ જ બીક લાગતી. કઈક ખોટુ ભણાવાશે તો ? પણ બીએડ છે જ એના માટે. એ તમારામાં રહેલા ડરને દુર કરે છે. તમારામાં હિંમત જગાવે છે. YES YOU CAN DO. આવી ભાવના જગાવે છે. અને આવી ભાવના જગાવવા માટે જરૂરી છે સારા પ્રોફેસરોની. અમારી કોલેજમાં પણ બધાજ પ્રોફેસરો સારા અને શ્રેષ્ઠ કહી શકાય એવા. જાસ્મિન મેડમ જે હજુ પણ એ કોલેજમાં સેવા આપે છે,અને અમારા સંપર્કમાં હજુ પણ છે. એક સારા વક્તા અને યાદશક્તિનો ખજાનો. અમારી કોલેજમાં કુલ ૨૦૦ વિદ્યાર્થી હતા બીએડ ના.બધા જ વિદ્યાર્થીના નામ એ મેડમને યાદ હતા કોલેજના 5 માં દિવસથી. યજ્ઞેશ સર જે અમારી અંગ્રેજી મેથડના પ્રોફેસર હતા. સ્વભાવે એકદમ શાંત અને હોશિયાર. હવે તો આ સર કોઈ જગ્યાએ સરકારી જોબ પર છે. સચિન સર આ સર વિશે ખાલી એટલુ જ કહીશ કે એ મારા ધમ્મુ જેવા હતા. રોહિત સર, મુકેશ સર વગેરે ઘણા જ પ્રોફેસરો હતા જે અમને એક શિક્ષક બનવાની તાલીમ આપતા હતા. ( હજુ ૨ કે ૩ મેડમ હતા પણ એના નામ યાદ આવતા નથી.) આ બધા જ પ્રોફેસરોને કારણે અમે આજે અહિ સુધી પહોચી શક્યા છીયે. THANK YOU FOR ALL THE KNOWLEDGE.

                બીએડ્ના વર્ષમાં હુ જેટલો ભુખ્યો રહ્યો હશુ એટલુ તો કોઈ નહિ રહ્યુ હોય. ઘણા મહિના સુધી રાત્રે જમ્યો જ નથી. અથવા તો સરખુ ખાધુ જ નથી. શુ કરુ પૈસાની તંગી જ હતી. ઘરે માંગી શકતો નહી. અને સહી પણ શકતો નહિ. આ બધુ ભુમીને ખબર પડી ત્યારથી રાત્રે એ મને થોડુ જમવાનુ બનાવી દેતી. અને અમે બન્ને એકસાથે ગાર્ડનમાં જઈને જમતા. એ પરોઠા બનાવીને લાવતી અને હુ દુધ કે દહી લેતો જાતો. આ રીતે અમે સુખમય અને દુખમય રીતે દિવસો પસાર કરવા લાગ્યા.આ વર્ષે જ મે અને ભુમીએ સાથે પહેલી વાર ન્યુ યર ની જોરદાર પાર્ટી ઉજવી એ પણ મારા ભાઈ સમાન મિત્ર કુમારદીપને કારણે. કુમારદીપ વિશે હજુ જણાવુ તો થોડા મહિના બાદ એણે પોતાનો ફ્લેટ લઈ લીધો હતો અને એ ત્યા રહેવા જતો રહ્યો હતો. એ એકલો જ રહેતો હતો માટે હુ પણ એની સાથે ત્યાજ રહેવા જતો રહ્યો હતો અને અમે બન્ને ભાઇઓએ ખુબ જ મોજ મસ્તીથી દિવસો પસાર કર્યા હતા. આવી જ રીતે અમારી પ્રથમ પરીક્ષા આવી અને એમા મારુ સારૂ પરિણામ આવ્યુ. હુ ખુશ થયો. હવે સમય હતો સફરના છેલ્લા ૬ મહિના પસાર કરવાનો.

                મારા વિશે એક ટુંકી વાત કરૂ તો મને સૌથી વધારે વહાલો મારો જીવ છે. લોકો આપઘાત કરીને કે બીજી રીતે જીવન ટુંકાવી નાખે છે એ જોઈને મને એવા લોકો ઉપર બોવ જ ગુસ્સો આવતો અને હજુ પણ આવે છે. પણ આ બીએડ ના ૧ વર્ષમાં મે ખુદ ૩ થી ૪ વાર આત્મહત્યા કરવાનુ વિચારેલુ.......

(ક્રમશ:)

Post a Comment

0 Comments