Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (8)

                ૯૦ ના દશકાની હિંદી મુવીની જેમ મારી આગળ મારો સંબંધ પુરો કરવા માટે પુરેપુરુ દબાણ કરવામાં આવ્યુ. એ લોકો પણ ખોટા નહોતા. અમારા સમાજમાં આ રીતના મેરેજ થાય તો ઘણી જ બદનામી જેવુ થાય છે. એટલે જ તેઓ મને આ બધુ કરાવતા હતા અને હુ કરી પણ દેતો હતો સ્વભાવે શાંત અને લાગણીશીલ હ્રદય ધરાવતો જો હતો. મારા પપ્પાને કુલ ૪ બાળકો જેમાં હુ ૩જા નંબરનો;મારાથી એક ભાઇ અને એક બેન મોટી જ્યારે એક બેન મારા કરતા નાની. અમારા બધામાં સૌથી વધુ માર ખાનાર હોય તો એ હુ છુ ( કાંડ જ એટલા કર્યા હતા ). મે લગભગ મારા જીવનના પાંચમાં વર્ષથી દરેક વર્ષે કઈક ને કઈક કાંડ કરેલ છે. એ લખવા બેસુ તો સ્ટોરી લામ્બી થઈ જાય. એ અત્યારે જરૂરી નથી જરૂરી છે મારી કહાની ક્યા પહોચી. હા તો હુ એમ કહેતો હતો કે ૯૦ ના દશકાની હિંદી મુવી ની જેમ મારી પાસે ઘરના લોકોએ કહેડાવી જ દીધુ કે તારે અને મારે હવે સંબંધ પુરો. પણ આ સંબંધ એમ પુરો થાય એમ હતો નહિ. લગભગ ૮ દિવસ વીતી ગયા પણ મને કોઈ સાવરકુંડલા જવા ના દેય કેમ કે પપ્પાને હવે મને ભણાવવો હતો નહિ. ફરીવાર મારી સ્થિતિ પહેલા જેવી થઈ ગઈ જ્યારે સાયન્સમાંથી પાછો આવીને થઈ હતી. પપ્પા કોઈ રીતે માને નહિ. મને મારુ સપનુ અધુરૂ લાગવા લાગ્યુ. કેમ કે આ વખતે કાંડ પણ કઈક હટકે કરેલ હતો અને એને કારણે પપ્પાને મનાવવા યમરાજ પાસેથી જીવ પાછો લાવવા બરાબર. હવે કરવુ શુ ? કોને કેવુ ? પેલા અમિત કાકા પણ હવે જીવતા રહ્યા હતા નહિ. હુ તો પહેલેથીજ બુદ્ધી વગરનો એટલે મને કોઈ જ રસ્તો દેખાતો હતો નહિ. એવા સમયે સંકટમોચન બન્યા મારા મોટાભાઈ કે જેમણે પપ્પાને મનાવી લીધા અને મને ભણવા માટે હા પાડી પણ ૨ શરત સાથે...



૧. આજ પછી ભુમી સાથે હુ બોલીશ નહિ અને એની જોડે સંબંધ નહી રાખુ.

૨. મારે ત્યા હોસ્ટેલમાં રહેવાનુ.

ઉપરોક્ત બે શરત મારી સામે મુકવામાં આવી. હવે હુ મુંજાયો કેમ કે બન્ને શરતમાં તો લોસ મારે જ હતો. એક્બાજુ ભુમીને છોડવાની  અને બીજી બાજુ હોસ્ટેલમાં રહેવાનુ. મે ભુમી જોડે નહિ બોલુ એ શરત માની લીધી અને હોસ્ટેલ સિવાય ગમે ત્યા હુ રહેવા તૈયાર છુ એમ જણાવ્યુ. એ સમયે સાવરકુંડલામાં RSS નુ કાર્યાલય આવેલ હતુ જે એકદમ જ મારી કોલેજની બાજુમાં જ હતુ. ત્યા અમે વાત કરી તો ત્યા રહેવાનુ સેટ થઈ ગયુ પણ ત્યાના અમુક નિયમો હોય છે જે પાળવા પડે. મને વાંધો હતો નહિ. મે બધી શરત માની અને મારુ ફરીવાર ભણવાનુ ચાલુ થયુ. ત્યા કાર્યાલયમાં મારા જ ગામનો એક છોકરો રહેતો હતો નામ હતુ મનિષ. અને હજુ એક મિત્ર હતો ત્યા જેનુ નામ મહેરામ હતુ. કાર્યાલયની બાજુમાં જ મારી કોલેજ હતી અને કોલેજની પાછળ જ મારા સરનુ ઘર હતુ. તો મને સરળતા થઈ ગઈ. હવે બીજી બાજુ ભુમીની વાત કરવામાં આવે તો એ મને જ પ્રેમ કરતી હતી અને એટલે જ મને મારા પપ્પા લઈ ગયા ત્યારથી એણે સરખુ ખાધુ પણ હતુ નહિ.એક જ કામ દિવસ રાત કર્યા કરતી અને એ હતુ રડવાનુ’. ભુમી કોઈ એકને જ વફાદાર રહેવામાં માનનારી અને એનુ પાલન કરનારી છે .

                હવે, જ્યારે ભુમી ને ખબર પડી કે હુ પાછો સાવરકુંડલા આવી ગયો છુ તો એ તો રાજીના રેડ થઈ ગઈ. એને જાણે કે બધી જ ખુશીયા મળી ગઈ એમ એ ખુશ થઈ ગઈ. પણ સામા પક્ષે હુ ભી ખુશ હતો પણ હુ શરત સાથે અહી પાછો આવ્યો છુ એ એને ખબર નહોતી. ટ્યુશનમાં અમે ભેગા થતા પણ હુ એની સામે જોતો પણ નહિ કે ના એની સાથે વાત કરતો. થોડા દિવસ આવુ ચાલ્યુ પણ પછી કેટલા દિવસ ચાલે ક્યારેક તો અમે ભેગા થઈશુ જ ને. હવે આ સમયે મારા ધમ્મુ એ મને અને ભુમીને ટ્યુશન છુટ્યા બાદ બેસવા કીધુ. ટ્યુશન પુરૂ થયુ અને અમે બન્ને રોકાયા. સાહેબે સીધુ જ પુછી લીધુ કે તમે હવે કરવા શુ માંગો છો ? ( હા એ સાહેબને અમારી બધી જ ખબર હતી ). ભુમીએ એની રીતે જવાબ આપ્યો અને મે કીધુ કે મને કઈ જ ખબર નથી. સાચે જ એ સમયે મને કઈ જ સુજતુ હતુ નહિ. એકબાજુ ઘરેથી બધા ના પાડે ભુમી જોડે સંબંધ રાખવાની અને એકબાજુ દિલ કઈક અલગ જ જણાવે. હુ આજ દુવિધામાં રહેતો અને શુ કરવુ શુ ના કરવુ એ જ વિચારી રાખતો.

                ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને અમારી વચ્ચે સંબંધ પાછા પહેલા જેવા થઈ ગયા. પણ અમારા સંબંધમાં ક્યારેય સ્થિરતા જોવા જ નથી મળી. વળી પાછી મારી જ ભુલને કારણે અમારો સંબંધ ટુટવા જેવો થઈ ગયો. એ સમયે ટચ મોબાઇલ નવા નવા આવ્યા હતા અને ફેસબૂક જેવુ ઘર સળગાવી નાખે એવુ કઈક માધ્યમ હતુ. બસ પછી શુ ; મને પણ આ ફેસબૂકની લત લાગી ગઈ અને હુ એમા કોઈ છોકરી જોડે ચેટ કરવા લાગ્યો (મિત્રના સ્વરૂપે જ હો ...) થોડા દિવસ પછી મને એમ થયુ કે આ બધુ હુ ખોટુ કરી રહ્યો છુ. મારે આના વિશે ભુમીને કહેવુ જોઇએ. જેથી સમસ્યા આવે નહિ. પણ હુ ક્યા જાણતો હતો કે આ વાત કરવાથી અમારા સંબંધ ટુટવા જેવા થઈ જાશે.ભુમીએ બધી વાત સાંભળી અને જો કાઇ ગુસ્સો કર્યો છે. એની ના પુછો વાત. મનાવતા સવારની સાંજ પડી ગઈ ત્યારે છેક માની. બોલો.....

                આ કાર્યાલયમાં જ મને રસોઈ બનાવતા આવડી. હા,મને રસોઈ બનાવતા આવડે છે અને ભુમી ઘરે ના હોય ત્યારે રસોઈ બનાવી શકુ છુ. એકમાત્ર દાળભાત સિવાય બધુ બનાવતા આવડે છે. ( ખાલી દાળ હો...) ઘણી મોજમસ્તી કરી હતી અમે આ વર્ષે. હવે સમય હતો અમારી ફાઈનલ પરીક્ષાનો. ભુમીને પરીક્ષા જોડે કઈક વાંધો જ છે. ગમે ત્યારે કોઈ જરુરી પરીક્ષા દેવાની હોય એના પહેલા એ પોતાના હાથ કે પગમાં કઈક ને કઈક ઇજા વહોરી જ લેતી હોય છે.  આ વખતે ફાઇનલ પરીક્ષા પહેલા એનો હાથ દાઝી ગયો હતો અને એ લખી પણ શકે એમ હતી નહિ અને એ સમયે તાત્કાલિક કોઈ રાઈટર પણ મળ્યો નહિ અને અંતે એને એના જ હાથે ગમે તેમ કરીને પેપર લખ્યા. અમારી પરીક્ષા પુરી થઈ અને પરિણામ આવ્યુ. મારુ પરિણામ આવ્યુ ૫૩ %. હવે અહિ એક  વાત કહેવા માંગુ છુ. મારી વાંચનશૈલી અને લખવાની પધ્ધતી સારી હતી અને વળી મને એક વખત વાંચુ એટલે ઘણુખરુ યાદ રહી જાય. મારા સાહેબે અમારા ટ્યુશન ક્લાસના બેચમાથી ટોપ 5 લોકોનુ લિસ્ટ બનાવ્યુ હતુ કે જેને ફર્સ્ટ ક્લાસ આવે એમ સાહેબ ને લાગતુ હતુ. એ લિસ્ટમાં મારુ અને ભુમીનુ પણ નામ હતુ. પણ સમય જતા વાંચન અધુરૂ થયુ અને મહેનત ઓછી થવા લાગી જેને કારણે ટકા ઓછા આવ્યા. અને મારે ટકા ઓછા આવવાનુ બીજુ પણ એક કારણ હતુ. ભુમીની હાય (બદદુઆ). જે એણે મને આપી હતી એને ખુબ દુખી કરવાને કારણે અને હુ એ ડીઝર્વ પણ કરૂ છુ. હુ સ્વીકારૂ જ છુ ને કે મે ભુમીને બોવ જ દુખી કરી છે. ખાલી ભુમી ને જ નહી મારા ફેમીલી ના સભ્યોને પણ મે બોવ જ દુખી કર્યા છે.

                કોલેજનો છેલ્લો દિવસ આવ્યો અને ભુમી ચોધાર આંસુએ રડવા લાગી. કેમ કે હવે અમે બન્ને મળી શકવાના હતા નહિ. એના પપ્પા એને હવે ભણાવવા માંગતા હતા નહિ. અમારી બધી ખબર એને પણ થઈ ગઈ હતી. માંડ માંડ શાંત પાડી એ પાગલને. પરીક્ષા પુરી થયા બાદ હુ અને ભુમી દિવ ફરવા ગયા હતા.


સપના તરફ એક કદમ


                પરિણામ ૫૩% આવ્યુ. હવે આગળ ભણવાનુ વિચારવાનુ હતુ અને ક્યા ભણવુ એ નક્કી કરવાનુ હતુ. કેમ કે મંજિલ તો બીએડ જ કરવાની હતી. પણ ક્યા કરવુ એ નક્કી કરવાનુ હતુ કેમ કે હવે આટલા ટકામાં સરકારી કોલેજમાં એડ્મિશન મળે નહિ. તો હવે તો પ્રાઇવેટ કોલેજમાં જ એડ્મિશન લેવુ પડે એમ હતુ. મારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં જ ભણવુ હતુ. તે સમયે બીએડ ની પ્રવેશ જાહેરાત પેપરમાં આવતી અને તમે બધા જેવી રીતે ભરતીના ફોર્મ ભરો છો એમ અમારે પણ એ સમયે ફોર્મ ભરવાનુ રહેતુ ત્યારબાદ રાઉંડ પડે એની રાહ જોવાની. મે મારૂ અને ભુમીનુ ફોર્મ ભરી દીધુ.( હા હવે એ ભુત ની જેમ મારી સાથે જ રહેવાની હતી.) આ સમયે ભુમીના પપ્પા એને ભણાવવા માંગતા હતા નહિ. અમારી બન્નેની એને પણ ખબર પડી ગઈ હતી. પણ ભુમી એ એને મનાવી લીધા હતા. અમારા બન્ને નુ ફોર્મ ભરાયુ અને ફી પણ ભરી દીધી ફોર્મની. કોલ લેટર નીકળ્યા અને અમને રાજકોટ બોલાવ્યા. અમે રાજકોટ ગયા. ત્યા યુનિવર્સિટીમાં એક મંડપ બાંધેલો હતો. બધા પોતપોતાના વારાની રાહ જોઈને બેઠા હતા. નંબર પ્રમાણે અંદર જાવાનુ અને કોલેજ પસંદ કરવાની. પોતાની કેટેગરી પ્રમાણે. મારી કેટેગરી ઓબીસી અને ભુમી આવે જનરલમાં.મારા ટકા ભુમી કરતા થોડા સારા હતા તો મારો વારો વહેલા આવ્યો. હુ અંદર ગયો. અંદર એક પ્રોજેક્ટર હતુ જેમાં કોલેજનુ લિસ્ટ બતાવતુ હતુ. મારા માટે તો બધી જ કોલેજ નવી હતી. એકપણ કોલેજ વિશે મને કોઈ જ માહિતી નહિ. મે અને ભુમીએ અમરેલી માં મળે તો ત્યા લેવા વિચાર્યુ હતુ. પણ મારો વારો આવ્યો ત્યા સુધીમાં અમરેલી ફુલ થઈ ગયુ હતુ એટલે મે પસંદ કરી રાજકોટની T.N.Rao B.Ed College. બહાર આવીને ભુમીને વાત કરી તો એણે એના માટે જોયુ તો એનો નંબર ઘણો દુર હતો અને આ મારીજ કોલેજમાં કુલ ૩ જગ્યા ખાલી હતી. એનો ૧૫ નંબર દુર હતો ત્યારે આ કોલેજમાં એક જ જગ્યા ખાલી હતી. ભુમી ટેંશન લેવા લાગી.વારો આવશે કે નહિ. આ સમયે અમારી સાથે અમારા જ ટ્યુશન ના મિત્રો કુમારદીપ અને હિતેષ સાથે જ હતા. એણે ભુમીને કીધુ કે ટેંશન ના લે. તને ભાવુ સાથે જ મળી જાશે. હવે ભુમીનો વારો આવ્યો. ચમત્કાર ગણો કે બીજુ કઈ ; પણ ૧૫ નંબર આગળ ૧ જ જગ્યા ખાલી હતી અને ભુમીનો વારો ૧૬ મો હતો તોય એ જગ્યા એને મળી.( નસીબમાં સાથે જ લોહી પીવાનુ લખાયુ હોય તો એમા કોઈ કાઇ ના કરી શકે / અથવા એમ કહી શકો કે પ્રેમની શાયદ આજ તાકાત છે). આમાં પણ એક કિસ્સો રહેલ છે. તમે એમ કહી શકો કે ભુમીએ દગો કર્યો એની આગળ રહેલ ઉમેદવાર સાથે. હવે થયુ એવુ કે ભુમીની જ આગળ રહેલી છોકરી બે ઓપ્શનમાંથી એક પસંદ કરવા માટે વિચારી રહી હતી. એક કોલેજ હતી T.N.Rao અને એક બીજી કોલેજ. પેલી છોકરી ફોન કરીને કોઇકની સલાહ માંગતી હતી ત્યારે ભુમીએ પેલી છોકરીને કીધુ કે T.N.Rao કોલેજ તો બોવ સ્ટ્રીક્ટ છે. એ નહી લેતી. અને તમે માનશો નહિ પેલી છોકરીએ ગભરાઇને બીજી કોલેજ પસંદ કરી અને ભુમીનો વારો આવ્યો અને પુછ્યુ કે કઈ કોલેજ લેવી તમારે ? ભુમીએ એટલી જડપે અને ખુશીમાં મોટેથી T.N.Rao  કોલેજ કીધુ અને પેલી છોકરી તો ભુમી સામે જોતી જ રહિ. જાણે કે એનુ સર્વસ્વ લુંટી લીધુ હોય એમ. આમ અમને બન્નેને એક જ કોલેજમાં બીએડનુ એડ્મિશન મળી ગયુ.....

 

(ક્રમશ:)

Post a Comment

0 Comments