Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (7)

                     મે મારા પપ્પાને આ સરના ટ્યુશન ની વાત કરી અને તેઓ એક રીતે માની પણ ગયા પણ તે મને હોસ્ટેલમાં રાખવા માંગતા હતા અને સામે બાજુએ હોસ્ટેલથી ડરેલો હુ ચા થી દાજેલો છાસ પણ ફુંકી ફુંકી ને પીવે એની જેમ હુ પણ હોસ્ટેલમાં રહેવા માંગતો હતો નહિ પણ એક રુમ રાખીને રહેવા માંગતો હતો. તેથી મે ભુમીને વાત કરી અને ભુમીએ મને રૂમ શોધી આપી. અહી એક વાત ,,ભુમીના મમ્મી પપ્પા સુરત રહે અને ભુમી સાવરકુંડલા એના મામાને ત્યા રહે.



                શરૂ થઈ મારી જર્ની. હુ જ્યા રૂમમાં રહેતો હતો ત્યાથી નજીક જ ભુમી રહે. જમવાનુ હુ જ્યા રહેતો હતો ત્યાજ નક્કી કર્યુ હતુ અને મારા કપડા ભુમી ધોઈ આપતી. સવારે ટ્યુશન માં અમે બન્ને સાથે જ જતા. એ એની સાઈકલ લઈને આવતી અને અમે બન્ને એમાં એક સાથે જ ટ્યુશન જતા. સમય પસાર થતા વાર નથી લાગતી અને સંબધોમાં ગ્રહણ લાગતા પણ વાર નથી લાગતી. ટ્યુશનમાં બધાને એમ લાગતુ હતુ કે હુ ભુમીનો પૈસા માટે ઉપયોગ કરુ છુ. હુ એને એક દિવસ છોડીને  જતો રહીશ. વગેરે વગેરે. મારા આ ટ્યુશન ના ગ્રુપના ઘણા લોકો આપડી આ ટેલીગ્રામ ચેનલમાં પણ છે જ. પણ સાચુ કહુ તો મે ક્યારેય એવુ કર્યુ હતુ નહિ કે નહોતો એવો કોઈ જ વિચાર. પણ હા એ વાત પણ સાચી હતી કે અમારી વચ્ચે જે કાઈ પણ ખર્ચો થતો પછી એ ફરવાનો હોય કે જમવા બાબત નો હોય એ તમમ ખર્ચો ભુમી જ કરતી. એમાં મારાથી ચાહવા છતા પણ ખર્ચો થાય એમ હતો નહિ. મારા પપ્પા મને કેટલા ખર્ચા માટે આપતા એ મે અગાઉ જણાવ્યુ જ છે. એ બધી બાબતને કારણે જ હુ ભુમી ખર્ચો કરતી તો કશુ કહેતો નહિ. હુ અહિ એ કહેવામાં શર્મ નહિ અનુભવુ કે એ છોકરી હોવા છતા મારી પાછળ પૈસા વાપરતી કેમ કે એ પણ જાણતી હતી કે મારી પાસે ખર્ચા માટે બોવ પૈસા રહેતા નહિ. એ મને બધી જ પ્રકારની ખુશી આપવા માંગતી હતી. આ સમય દરમિયાન રક્ષાબંધન નો તહેવાર આવ્યો. ભુમી એ મારા ઘરે ખાંભા આવવાનુ નક્કી કર્યુ અને મને જણાવ્યુ. મે મારા ઘરે પપ્પાને આ બાબતે વાત કરી અને મારા પપ્પાએ પણ ગ્રીન સિગ્નલ આપી દીધુ. ( એ સમયે મારા ઘરે કોઈને અમારા સંબધની ખબર હતી નહિ. ખબર હતી તો ખાલી એટલી કે હુ અને ભુમી મિત્રો છીયે.) હુ અને ભુમી ખાંભા મારા ઘરે ગયા અને 2 દિવસ ત્યા રોકાયા. ખાંભાથી પાછા આવીને ભુમીએ મને એક જ વાત જણાવી હુ અહી તારા ઘરે એક પત્ની તરીકે નહિ જ રહી શકુ મે પણ કીધૂ હા ઓકે. એમ વિચારીને કે સમય જતા બધુ ઓકે થઈ જાશે અને એ મારી સાથે સેટ થઈ જાશે. વિધીની વક્રતા તો જોવો પ્રેમની શરુવાત થઈ તો મે શરત મુકી હતી અને ભુમીએ હા પાડી હતી અને અત્યારે ભુમીએ મને શરત મુકી કે હુ અહી પત્ની તરીકે રહી નહી શકુ અને મે હા પાડી એમ વિચારીને કે સમય આવ્યે બધુ સેટ થઈ જાશે

હવે આ સમય દરમિયાન દિવાળી વેકેશન આવી ગયુ અને દિવાળી બાદ મારે નવી રુમ રાખવાની હતી કેમ કે હુ જ્યા રહેતો હતો ત્યા રૂમ ખાલી કરવાની હતી. પાછી ભુમી એ મારી મદદ કરી મને રૂમ શોધવામાં. એ જ્યા રહેતા હતી એની  બાજુની જ રૂમમાં મે રહેવાનુ નક્કી કર્યુ. અમે બન્ને બાજુ બાજુમાં જ રહેવા લાગ્યા પણ ક્યારેય કોઈ રેખા પાર કરી નહોતી. સવારે જાગવાનુ અને સાથે ટ્યુશનમાં જાવાનુ. ટ્યુશનમાં મને સૌથી વધારે મજા આવતી. કેમ કે ધમ્મુ (કનાલા સરને હુ પ્રેમથી આ નામથી બોલાવુ છુ) ભણાવવાની સ્ટાઈલ કઈક અલગ જ હતી. કનાલા સરની વાત કરૂ તો એ કઈક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે. હુ ક્યારેક વિચારુ પણ ખરા કે એક જ વ્યક્તિમાં આટલા બધા ગુણો કઈ રીતે હોઈ શકે. ભણાવવમાં શ્રેષ્ઠ,અંગ્રેજી વિષયમાં; મે હજુ સુધી એના જેવા કોઈને જોયા નથી , ભાષા ની વાત કરીયે તો એમા પણ અવ્વલ, જનરલ નોલેજમાં પણ બેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે ના ગુણ પણ ખરો ,આ તો વાત ખાલી એક શિક્ષક તરીકેના. હજુ બીજા ગુણ ની વાત કરૂ તો ડ્રોઈંગ પણ સારૂ કરી જાણે, કુકીંગ પણ આવડે અને એના ક્લાસ પણ કરાવેલ,અભિનય પણ શ્રેષ્ઠ આવડે ( ઘણા કાર્યક્રમોમાં અભિનય કરેલ છે ,જેમ કે યુવા મહોત્સવ), થોડુ જ્યોતિષી પણ આવડે, ( અમારા ક્લાસના બધા વિદ્યાર્થીને એમણે એક લેટરમાં અમારા ગુણો બબતે લખેલ છે જેમાંથી મોટાભાગના પોઈંટ સાચા છે.મને પણ આપેલ અને એમાંથી લગભગ બધુ જ સાચુ લખેલ છે.એ હજુ મારી પાસે છે.) હજુ આવા તો કેટલાય ગુણો છે મારા ધમ્મુ માં.

                આ સમય દરમિયાન અમે ઘણી મોજમસ્તી કરી હતી. કોઈ તહેવાર આવે અને અમે બન્ને ફરવા નીકળી જઈએ. કોઈ સારી રેસ્ટોરંટ માં જમવા જઈએ. ગાર્ડનમાં ફરવા જઈએ વગેરે. આ સમય દરમિયાન અમે બન્ને ભાવનગર ફરવા ગયા. ૧૪ જુન મારો જન્મદિવસ હોવાથી ભુમીએ મારો જન્મદિવસ ઉજવવાનુ નક્કી કર્યુ. હુ એવા બેકગ્રાઉંડમાંથી આવુ છુ કે જ્યા મારા પપ્પાને પણ મારા જન્મદિવસ ની ખબર નથી કે નથી કોઈ જન્મદિવસ ઉજવતુ. પણ અત્યારની પેઢી ટીવીમાં જોવે એટલે એવુ કરવાનુ મન થાય. આવી ઇચ્છા મને પણ હતી કે હુ પણ મારો જન્મદિવસ ઉજવુ, હુ પણ કેક કાપુ અને મને પણ મારા મિત્રો ગિફ્ટ આપે..... આવા વિચારો મને પણ આવે પણ એ પુરા કરી શકીયે એમ હતા નહિ. એ દિવસે મે પ્રથમ વખત અને આમ લગભગ છેલ્લી વખત મારો બર્થ ડે ઉજવ્યો હતો. કેમ કે એ દિવસે કઈક એવી ઘટના બની હતી જેના કારણે એ દિવસ હુ ઉજવતો જ બંધ થઈ ગયો. એ દિવસે મારા પપ્પા એ મને પાછો બોલાવ્યો અને હુ જતો રહ્યો. હવે ધીમે ધીમે મારી તરફ દુખો એ પ્રયાણ ચાલુ કર્યુ હતુ. એક પછી એક દુખ ની શરૂવાત થઈ ગઈ. હુ અને ભુમી બાજુ બાજુમાં રહીયે છીયે અને અમે લગ્ન કરવા માંગીયે છીએ એ વાતની મારા પપ્પાને ખબર પડી ગઈ. પછી તમે જે વિચારો છો એ જ થયુ. મારા પપ્પા એ જ દિવસે સાંજે સાવરકુંડલા આવ્યા અને મને ગમે તેમ કરીને લઈને જતા રહ્યા. આ સમયે ભુમીએ બહુ ટ્રાય કરી મારા પપ્પાને રોકવાની પણ વ્યર્થ પ્રયાસ. મારા પપ્પા માન્યા જ નહિ. એ ઘણૂ રોવા લાગી અને બિનતી કરવા લાગી મારા પપ્પાને અને મારા ભાઇને પણ એ કઈ કામ આવ્યુ નહિ. મારા પપ્પા મને લઈને જતા  હતા એ સમય દરમિયાન ભુમીએ મને છુપાઈને મને એક ફોન આપી દીધો હતો અને મને ફોન કરજે એવુ કીધુ. મે હા પાડી. બન્ને બાજુએથી અમે રડતા હતા. ભુમીને એટલે રડતી હતી કેમ કે હવે હુ પાછો ક્યારે આવીશ. અને હુ 2 કારણથી રડતો હતો. એક તો સ્વાભાવિક જ ભુમી હતી અને બીજુ કારણ મારા પપ્પાનો ગુસ્સો હતો જેનો હુ પાછો સામનો કરવાનો હતો. મને રીતસરના પરાણે ઘરે લઈ ગયા. હા રસ્તામાં માર ખાધો એ વધારાનો ડોઝ હતો કેમ કે ઘરે જઈને જે માર પડવાનો હતો તેની સામે આ કઈ હતુ નહિ. મને રાત્રે જ ઘરે લાવ્યા અને એક રૂમ માં કેદીની જેમ પુરી દીધો. માર ખાધો એ અલગ. સામે પક્ષે મારી ભુમી રાતદિવસ રોયાજ રાખતી હતી. મને ઘણી વાર કોન્ટેક્ટ કરવાની કોશીશ કરે પણ મારી સાથે વાત થઈ શકે નહિ. સામા પક્ષે હુ પણ સાવ ડરી ગયો માર ખાઈ ખાઈને. અને એટલે જ મારી પાસે ફોન હોવા છતા પણ હુ ભુમી સાથે વાત કરી શકતો હતો નહિ. મને રીતસરનો ભુમી જોડે સંબંધ તોડવા દબાણ કરવા લાગ્યા અને માનસીક અને શારીરીક ટોર્ચર કરવામાં આવ્યો. અને આના કારણે જ હુ એ લોકો કહે એમ કરવા રાજી થયો. ભુમીનો ફોન આવ્યો અને મારા ભાઈએ કીધુ કે ભાવેશ તારી સાથે વાત કરવા નથી માંગતો. તમારા સંબંધો પુરા. ભુમી એ કીધુ આ ભાવેશના મોઢે હુ સાંભળવા માંગુ છુ. અને મે પણ ભુમીને કીધુ કે આપડા સંબંધ અહિ પુરા. હવે તુ મને ભુલી જાજે અને ફોન નહિ કરતી.

 

(ક્રમશ:)

Post a Comment

0 Comments