Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (6)

 

                          વો હૈ સબસે ઘુલમીલ જાતી,

                  નહી કરતી યે તેરા યે મેરા.

                  એરહોસ્ટેસ બનના ચાહતી હૈ,

                  ઔર કહેતી હૈ આસમાં હૈ મેરા.

                  ના જાને કોનસી ભૂમિ સે આઈ હૈ,

                  હમારી યે પ્યારી તીતલી ભૂમિ અજમેરા.

                                        --- કનાલા ધર્મેંન્દ્ર.

કડકડતી ઠંડીમાં મે એને પ્રપોઝ કર્યુ અને જવાબ આવ્યો YES. અને આ વસ્તુનુ ભુમિ એ રેકોર્ડિંગ પણ કર્યુ હતુ અને

હજુ પણ એ રેકોર્ડિંગ એની પાસે છે. ( માંગતા નહિ હો...હુ નહિ આપુ. ). આ રીતે ધીમે ધીમે અમારી સ્ટોરી આગળ વધવા લાગી. શરુ શરુ માં તો આ બધુ મને નવીન જ લાગ્યુ કેમ કે આવો અહેસાસ પહેલા થયો હતો જ નહિ. સાચુ કહુ તો એના આગમન બાદ મારા જીવનમાં કઈક નવો જ બદલાવ આવી ગયો. મારામાં જે કઈ પણ ખામી હતી એ બધી ખામીને એણે ધીમે ધીમે દુર કરવાની શરૂવાત કરી. જેમકે કોઈની સામે કેવી રીતે બોલવુ, રેસ્ટોરંટ કે કોઈ બહારની જગ્યાએ જઈએ ત્યારે ખાવુ કઈ રીતે ( આ બાબત મને હજુ પણ નવાઈ આપાવે છે કે પ્રોફેશનલ લોકો આવી રીતે કેમ ખાતા હશે ? ), કેવા કપડા પહેરવા, વાળની સ્ટાઈલ વગેરે બાબત જે એક સારા વ્યક્તિમાં હોય છે એ બધુ શીખવનાર હોય તો ભુમી છે.



                અમારા સંબધની શરૂવાતમાં જ મે એની સામે શરત મુકી હતી કે હુ તારી સાથે લગ્ન નહિ કરી શકુ. પાછળથી પ્રોબ્લેમ ના થાય એટલે જ મે શરૂવાતમાં આ બાબત જણાવી દીધી હતી. એનુ કારણ હતુ અમારી અલગ કાસ્ટ. અને તમે જાણો જ છો કે બીજી કાસ્ટમાં લગ્ન કરવા એટલે ગુનો કર્યા બરાબર. અને એક બીજુ કારણ પણ હતુ અમારા ઘરનુ એટમોસ્ફીયર. અને એટલે જ મે શરૂવાતમાં આ શરત મુકી દીધી અને એણે મને હા પણ પાડી એ આશયમાં કે આગળ જતા બધુ નોર્મલ થઈ જાશે અને અમે ઘરના લોકોને મનાવી લેશુ. પણ મે અગાઉ કીધુ એમ આપડુ ધાર્યુ ક્યારેય થાતુ જ નથી. અમે બન્ને આમ જોવા જઈએને ગુણોની બાબતમાં તો ઉત્તર – દક્ષિણ છીયે. હુ થોડો ડરપોક અને ડરેલો જ્યારે એ બિંદાસ્ત છોકરી કોઈનાથી પણ ના ડરે ખુદના પપ્પાથી પણ નહી અને હુ મારા પપ્પાની સામે ભીગી બિલ્લી. હુ ઘણી વાર ખોટુ બોલનાર વ્યક્તિ હતો જ્યારે એ કોઈને પણ જે હોય એ ચહેરા પર કહી  દેનાર. હુ થોડો સંકુચિત માનસ વાળો જ્યારે એ અલગ જ માટીની બનેલ. યુ સમજ લો કે આગ અને પાણી ની દોસ્તી થઈ હતી. એનો હંમેશા પ્રયત્ન રહેતો કે મારામાં જે કાઈ પણ ખામી રહેલ છે એ એને દુર કરવા માંગતી હતી. અને એ એમાં સફળ પણ થઈ. મારામાં અત્યારે જે કાઈપણ ચેંજીસ છે એ એના કારણે જ છે.

                અમારા સંબધમાં સુખ ને બદલે દુખ નો ભાગ બહુ જાજો રહ્યો છે. ક્યારેક શુ મોટાભાગે દુખનુ કારણ જ હુ પોતે હોવ છુ. બાકી થોડુ એના તરફથી થોડુ એના ફેમીલી તરફથી તો થોડુ મારા ફેમીલી તરફથી ભાગ રહેતો. આ ૧૦ વર્ષમાં અમે લગભગ ગણતરી કરીયે તો કમસેકમ ૮ વર્ષ જગડવામાં જ વિતાવ્યા છે. પણ હવે લાઇફમાં એક સ્થિરતા આવી છે. અમારી વચ્ચે વારે વારે જગડા થયા રાખતા પણ એકબીજા વગર રહી પણ શકતા નહી અને એટલે જ સાંજ પડે અમે સુલેહ કરી લેતા. પ્રેમ આવો જ હોય છે.

                એ સમય પણ કઈક અલગ જ હતો. પાંચ રૂપિયાનુ સિમકાર્ડ આવતુ અને એમા બેલેંસ આવતી ૫૦ રૂપિયા અને નેટ આવતુ ૨૦૦ MB એ પણ 3G. આવા તો યાદ જ નથી કે કેટલા કાર્ડ વાપર્યા હશે અમે વાત કરવા માટે. બેલેંસ પુરી થાય એટલે કાર્ડને ફેકી દેવાનુ અને નવુ કાર્ડ લેવાનુ. એસમયે ડોકોમો અને વિડિયોકોન ના કાર્ડ આ ભાવમાં મળતા. પણ અફસોસ કે હવે એ કંપની નુ નામોનિશાન નથી રહ્યુ..... RIP DOCCOMO-VIDECON . સમય જતા અમારી લાઈફનો પહેલો વેલેંટાઇન આવ્યો. આ દિવસને અમે ખુબ જ મોજ મસ્તીથી ઉજવ્યો. આ દિવસે એણે મને બે એક ગિફ્ટ આપી જે હતુ એક ટી-શર્ટ. અને આ ટી-શર્ટ અત્યારે મારી પાસે નથી પણ તમારે એને જોવુ હોય તો મારા ફેસબુક માં એ અપલોડ કરી રાખેલ છે. સામા પક્ષે મારા તરફથી એને કોઈજ ગિફ્ટ આપેલ હતુ નહિ. પૈસા હોય તો આપુ ને. એ સમયે પપ્પા મને ૫૦ થી ૧૦૦ રુપિયા આપતા એક વીક વાપરવા માટે. અને હુ એમાજ ખુશ રહેતો. બસ માટે તો પાસ રહેતો એટલે એ વાંધો હતો નહિ. પણ બીજા જરૂરી ખર્ચા કરવા હોય તો હુ સંકોચાતો. મારા બધા મિત્રો કોલેજેથી છુટીને બસ સ્ટેંડ પાસે એક સોડા શોપ રહેલી ત્યા સોડા પીતા અને નાસ્તો કરતા અને હુ એ જોઇને ત્યાથી જતો રહેતો. પૈસા હોય તો હુ એ બધુ કરુ ને. પણ તોય એ દિવસે મારા પાકીટમાં ૬૦ રૂપિયા આસપાસ હતા અને હુ સીધો ગયો માળી પાસે અને એક રોઝ લીધુ જેની કિંમત હતી ૬૦ રૂપિયા. મે એ ભુમીને આપ્યુ તો એ શોક થઈ ગઈ કેમ કે એ જ ગુલાબ એને પસંદ આવ્યુ હતુ પણ ભાવ જોઇને એણે લીધુ હતુ નહી. એ શોક માં ચાલી ગઈ. કેમ કે એને ખબર જ હતી કે મારી પાસે પૈસા હોતા જ નથી અને આ મે એ વધેલા પૈસામાથી લીધેલ હતુ. આ રીતે ધીમે ધીમે અમારા કોલેજનુ બીજુ વર્ષ પણ સુખમય રીતે પસાર થયુ.

                હવે સમય આવ્યો કોલેજ ના અંતિમ અને ફાઇનલ વર્ષ નો જેમાં બધા જ વિષય અંગ્રેજી જ હતા. કોને ખબર હતી કે આ વર્ષ મને મારા જીવનના બીજા 2 અગત્યના વ્યક્તિને મળાવશે. ધીમે ધીમે કોલેજ શરૂ થઈ અને મને એમ લાગ્યુ કે આ વર્ષ માટે મારે ટ્યુશન રાખવુ પડશે અને ટ્યુશન માટે ભુમી એ જ મારી મદદ કરી. એને મને એક સાહેબનો નંબર આપ્યો અને કીધુ આ સાહેબ જોડે વાત કરી લેજે. મે કીધુ ઓકે. એ દિવસે એ સાહેબ જોડે વાત કરી અને બધુ ફાઇનલ કર્યુ. હુ જાણતો નહોતો કે મે જેની જોડે વાત કરી એ મારા ગુરૂ બની જાશે. હા,મિત્રો એ સાહેબ નુ નામ છે ધર્મેંદ્ર કનાલા જે મારા અને ભુમીના જીવનમાં ખુબજ મહત્વનુ સ્થાન ધરાવે છે. તમે મારૂ ફેસબુક એકાઉન્ટ ખોલશો તો એમા બેક કવર ફોટોમાં મારી સાથે જે વ્યક્તિ છે એ મારા ગુરૂ છે. જીવનના બધા જ અગત્યના લેસન શિખવનાર એ છે અને એટલે જ એ વ્યક્તિ મારા જીવનમાં આવ્યા એના માટે ભુમીનો હુ આભારી છુ કેમ કે એણે જો મને કનાલા સર સાથે ના મિલાવ્યા હોત તો તો બધુ અધુરુ રહી જાત. ગુરૂ આપના ચરણોમાં આપના શિષ્ય ભાવુ ના પ્રણામ.

                એનુ હાસ્ય જોઈ સૌને એમ થાય કે આપડે પણ આવુ થાવુ,

                 મિત્રોનો સાથ મળે પછી કરવા તોફાન ને નટખટ થાવુ,

                 પણ એના તોફાનમાંય ભાવ અને ભોળપણ છે,

                 અને આ ગજબના ભોળપણનો માલિક છે,

                 આપણો આ ભાવુ’.

                                        --- કનાલા ધર્મેંદ્ર.



હવે પ્રશ્ન એ હતો કે મારે આ ટ્યુશનમાં સેટ કેવી રીતે થાવુ ? કેમ કે ટ્યુશનનો સમય સવારે ૭ થી ૮ નો હતો અને

મારી બસ મને સાવરકુંડલા ૭.૩૦ વાગ્યે પહોચાડતી હતી. તો હવે કરવુ શુ ? હવે એક જ રસ્તો હતો. મારે સાવરકુંડલા રહેવુ જ પડે અને હુ હોસ્ટેલમાં રહેવા માંગતો હતો નહિ. હવે આ સમયે મારી મદદ પાછી કરી ભુમી એ. એણે મને એક રૂમ શોધી આપી અને હુ ત્યા રહેવા ગયો .હવે અમારી ‘ZOOBIE-DOOBIE’ ની સફર શરૂ થઈ હતી. હા આ અમારી ટ્યુશન બેચનુ નામ હતુ જે અમારા જ સાહેબે પાડ્યુ હતુ. એ એના ટ્યુશનની બેચના આવા જ અજીબો ગરીબ છતા INTRESTING નામ પાડતા. આજ ટ્યુશનમાં મને મારા જીવનના ત્રીજા મહત્વના વ્યક્તિનો સંપર્ક થયો જેનુ નામ છે કુમારદીપ બોરીસાગર. એ વ્યક્તિને સૌપ્રથમ જોયો તો જાણે કે કોઈ દરબાર હોય એવુ લાગ્યુ. શરીર ભરાવદાર અને દાઢી મુછ રાખવાનો શોખીન અને બોલવામાં કોઈ પહોચી શકે નહિ એવો. ( જમીન દલાલીનુ કામ હતુ એનુ. ) પણ એ કાસ્ટે બ્રાહ્મણ. પણ એ વ્યક્તિ પણ મારા જીવનમાં ખુબ જ અગત્યનુ સ્થાન ધરાવે છે. મને નોકરી મળી હોય તો એના જ પ્રતાપે. એનો પણ કિસ્સો છે જે આગળ જણાવીશ. આ રીતે ધીમે ધીમે મારી જર્ની આગળ વધી. પણ દુખ પીછો છોડે એમ હતુ જ નહી. મારા જીવનમાં પણ ખુબ મોટુ ઘેરૂ સંકટ આવ્યુ..


(ક્રમશ:)


Post a Comment

2 Comments