Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (5)


 જીવનમાં ત્રણ વ્યક્તિ નો પ્રવેશ

                ધોરણ ૧૧ અને ૧૨ ના અભ્યાસ દરમિયાન મે સપનુ જોયેલુ કે આગળ જતા બનીશ તો એક શિક્ષક જ. પણ સવાલ એ હતો કે ક્યા વિષયમાં ? કેમ કે હવે મારે મારા સપના માટે ની દિશા નક્કી કરવાની હતી મતલબ કે હવે આગળ જતા ક્યા વિષય સાથે કોલેજ કરુ. અને આના માટે મારા ટ્યુશન ના મેડમ અને સાહેબે મારી મદદ કરી. એને શાયદ મારામાં અંગ્રેજી વિષયને લઈને કઈક દેખાતુ હતુ અને હા હવે મને પણ અંગ્રેજી વિષયમાં પુરેપુરો રસ જાગી ગયો હતો. એ મેડમે જ મને કોલેજમાં અંગ્રેજી મુખ્ય વિષય રાખવાનુ કહ્યુ હતુ. અને શિક્ષક હંમેશા એ જ વિષય ની સલાહ આપે જે પોતે ભણાવતા હોય. ત્યારબાદ શુ હતુ મે પણ નક્કી કરી લીધુ હવે ભણીશ તો અંગ્રેજી વિષયમાં અને એનો જ શિક્ષક બનીશ. મારા સપના માટેની મને દિશા મળી ગઈ હતી. હવે સવાલ એ આવ્યો કે ભણવુ ક્યા ? કોલેજ ક્યા કરવી ? મારી પાસે પાછા એ જ બે ઓપ્શન આવ્યા જે સાયન્સ વખતે હતા. અમરેલી અથવા સાવરકુંડલા. અને મે નક્કી કર્યુ સાવરકુંડલાની કોલેજમાં ભણવાનુ. કોલેજ નુ નામ વી.ડી.કાણકિયા આર્ટ્સ એન્ડ એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ. મે કોલેજમાં એડ્મિશન લીધુ અને કોલેજનો અભ્યાસ શરૂ કર્યો. કોલેજનો સમય સવારનો હતો અને અમારા ગામથી કોલેજ થાય ૧૮ કીમી દુર. સવારે એક બસ આવે જે ૭ આસપાસ સાવરકુંડલા પહોચાડે. અમે એ બસમાં અપ-ડાઉન શરૂ કર્યુ. સવારે કોલેજ જઈએ અને બપોરે ૧ વાગ્યા આસપાસ ઘરે પાછા આવીયે. 



                ઘણી સિરિયલ અને મુવીમાં જે કોલેજ કેમ્પસ દેખાડવામાં આવે છે મને પણ એવુ જ હતુ પહેલા કે કોલેજ તો મુવીમાં દેખાડે એવુ જ હશે. થોડુ ભણવાનુ અને બાકીની મોજમસ્તી. પણ પણ પણ પણ ....... મને એ ખબર જ નહોતી કે મુવીમાં જે બતાવવામાં આવે છે એ રિયલ નથી હોતુ પણ રીલ લાઇફનુ હોય છે. હુ પણ શુ કરુ સાવ નાદાન હતો. કોઈજ પ્રકારનુ નોલેજ નહિ  અને નહિ કોઈ ગતાગમ. એમ કહી શકો કે હુ સાવ બુદ્ધિ વગરનો જ હતો. નહોતી મને બોલવાની ભાન કે નહોતી મારામાં સારા કપડા પહેરવાની સેન્સ. આ એટલા માટે પણ હોય શકે કેમ કે મારા પપ્પાની આર્થિક સ્થિતી એટલી પણ સારી હતી નહિ કે એ મને સારામાં સારા કપડા પહેરાવી શકે. પણ હા મારા પપ્પાની એક વિચારસરણી હતી કે
ઇંસાન સારો સારા કપડાથી નહિ પણ એક સારા હ્રદય થી લાગે છે. ખેર જે હોય એ અમારી કોલેજનુ પ્રથમ વર્ષ શરૂ થયુ. શરૂવાતમાં જ મને થોડી તકલીફ પડી. ઓફકોર્સ અંગ્રેજીથી જ. મને ખબર હતી જ નહિ કે તમે કોલેજમાં જે વિષય રાખો એજ વિષય પ્રમાણે પ્રાધ્યાપક ભણાવે. મતલબ કે ધારો કે કોઈએ અંગ્રેજી વિષય રાખ્યો હોય તો પ્રાધ્યાપક મોટાભાગે અંગ્રેજીમાં જ બોલે. અને થયુ પણ એવુ. અમારા કોલેજ ના પ્રથમ દિવસે જ અમારા અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક નિનામાં સાહેબે પ્રવેશ કર્યો અને મોટાભાગે અંગ્રેજી માં જ આખો લેક્ચર લીધો. મને તો રીતસર ચક્કર જેવુ આવવા લાગ્યુ કેમ કે એ સાહેબે જે કાઇ પણ ભણાવ્યુ એમાથી તો મોટાભાગનુ બાઉન્સર જ ગયુ થોડૂ ઘણુ જે સહેલુ સહેલુ અંગ્રેજી હતુ એ મને સમજાયુ. હુ તો પ્રાર્થના જ કરવા લાગ્યો ભગવાન ને કે હવે જલ્દી જ આ લેકચર પુરો કરે. આવુ એટલા માટે થયુ કેમ કે મને હજુ એ લેવલ સુધીનુ અંગ્રેજી આવડ્યુ જ નહોતુ. અને વળી હુ પાછો દોઢ ડાહીયો થઈને પેલી જ બેંચ પર બેઠો હતો. મનમાં એક જ ડર હતો કે આ સાહેબ કોઈ પ્રશ્ન ના પુછી લેય. આવા તો ઘણા પ્રસંગ બન્યા કોલેજ દરમિયાન પણ  ધીરે ધીરે મને હવે અંગ્રેજી આવડવા લાગ્યુ હતુ અને એમાં રસ પણ પડવા લાગ્યો હતો.

                કોલેજમાં અમારે રાજ્યશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાન આ બે માથી કોઈ એક વિષય રાખવાનો હતો. મે રાજ્યશાસ્ત્ર વિષય રાખ્યો હતો કેમ કે એ વિષય પ્રાધ્યાપક જાની સાહેબ ભણાવતા અને એમની ભણાવવાની પધ્ધતિ બેસ્ટ હતી. એ ક્યારેય ચોપડી ખોલી ને ભણાવતા જ નહિ. મને એમના જ લેક્ચર ભરવા વધારે ગમતા. મે શરુવાત માં કીધુ એમ મારી કલ્પનામાં કોલેજ લાઇફ કઈક મજેદાર હતી પણ હકીકત એનાથી ઘણી જ અલગ હતી. અમારી કોલેજનાં પ્રિંસીપાલ સાહેબ એક દબંગ જેવા હતા. કોઈને હિંમત જ નહોતિ થાતી કોલેજ બંક કરવાની. પણ તોય અમે ઘણી વાર છેલ્લો લેક્ચર બંક કરી જ દેતા. એનુ પણ એક કારણ હતુ અમારી બસનો સમય  ૧૨.૧૫  નો હતો અને અમે જો છેલ્લો લેક્ચર એટેન્ડ કરીયે તો અમારી બસ મીસ થય જાય. એના પછીની બસનો સમય ૦૧.૩૦ વાગ્યાનો હતો જે અમને ૦૨.૩૦ વાગ્યે ઘરે પહોચાડે. માટે અમે છેલ્લો લેક્ચર બંક કરતા અને સમયસર ઘરે પહોચી જતા. નવી જગ્યા આવે એમ નવા મિત્રો મળે છે અને જુના મિત્રો પાછળ છુટી જાય છે. કેવી અજીબ વિડંબણા જીંદગીની. અહિ પણ મારે નવા મિત્રો નો સાથ મળ્યો. પણ જુનાની હંમેશા યાદ આવે જ. આ રીતે ધીમે ધીમે અમારુ પહેલુ વર્ષ પુરુ થવા આવ્યુ હતુ. અમારી પરીક્ષાનો સમય આવી પહોચ્યો હતો. અમે પરીક્ષા ખંડમાં પેપર આપતા હતા. મારો નંબર પાછળની તરફ  હતો. હુ તો મારુ પેપર લખવામાં વ્યસ્ત હતો અને બરોબર એ સમયે આગળથી કોઈ એક છોકરીએ પાછળ વળીને મને પેપર વિશે કઈક પુછ્યુ અને મે એને થોડો જવાબ જે આવડતો હતો એ ઈશારામાં જણાવી દીધો. કોણ જાણતુ હતુ કે એ છોકરી આગળ જતા મારી લાઈફ પાર્ટનર બનશે અને મને નાદાન,અણસમજુ,બેવકુફ વ્યક્તિમાંથી એક સમજદાર અને વ્યવસ્થિત બનાવશે. હા એ છોકરીનુ નામ ભુમિ હતુ જેણે પાછળ વળીને મદદ માંગી હતી. કોને ખબર હતી કે આ મદદ મને જીવનભર નડવાની હતી....( JUST JOKING) વર્ષ હતુ ૨૦૧૦. આજે એ વાતને ૧૧ વર્ષ થઈ ગયા.

                પહેલુ વર્ષ અમારુ પુરૂ થયુ અને શરૂ થયુ બીજુ વર્ષ. જેમ જેમ અભ્યાસ આગળ જતો હતો એમ મુશ્કેલી વધતી જતી હતી. હવે અમે બન્ને ઘણી વાર એકબીજાને નોટબુકની આપલે કરતા..ધીમે ધીમે અમે ફ્રેંડ બન્યા. એને મને મારા જીવનનુ પહેલુ ફ્રેંડશીપ બેલ્ટ બાંધેલુ જે હજુ પણ મારી પાસે છે.

 


                તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૦ આ એ દિવસ હતો જ્યારે ભુમી એ મને ભાવુ કહીને બોલાવ્યો હતો અને આ જ દિવસે અમારા બન્ને ના કોન્ટેક નંબર શેર થયા હતા. ક્યારેક ક્યારેક ફોન પર વાત કરતા કરતા એ મને ક્યારે પ્રેમ કરવા લાગી એનો મને ખ્યાલ જ ના રહ્યો. હવે અહિ એક પ્રસંગ યાદ આવે છે જે કહુ છુ. (અગાઉ કીધુ હતુ એક પ્રસંગ જોડાયેલ છે તે). એક બાજુ ભુમી મને પ્રેમ કરવા લાગી હતી પણ હુ એ સમયે બીજાની રાહ જોતો હતો જે મને પ્રેમ કરતી હતી જ નહિ. સમય હતો ન્યુ યર નો મે ભુમી ને કહ્યુ કે મારા વતી તુ પેલી ને કહી દે કે હુ આજે એને પ્રપોઝ કરવાનો છુ અને ભુમીએ એને કહી પણ દીધુ કે ભાવેશ આજે તને પ્રપોઝ કરવાનો છે.તો પેલીએ ના પાડી અને કીધુ કે ભાવેશને ના પાડી દેજે કે મને પ્રપોઝ કરે નહિ ( માફ કરજો એનુ નામ નથી લખી શકુ એમ ) તેમ છતા હુ હિંમત કરીને પ્રપોઝ કરવા ગયો પણ અફસોસ કરી જ ના શક્યો. સાંજે જ્યારે મે આ બધી વાત ભુમી ને કરી તો એ મનોમન ખુબ જ ખુશ થઈ. કેમ કે એ ચાહતી હતી જ નહી કે હુ એને પ્રપોઝ કરુ. કેમ કે એ મનોમન મને પ્રેમ કરવા લાગી હતી. મને આ વાતની ખબર હતી જ નહી. હવે વારો હતો મારા તરફથી એનુ નામ પાડવાની. થયુ એવુ કે એક વખત કોલેજમાં એક રમત રમતા હતા ક્લાસમાં તો એ રમતમાં મે એક ચિઠીમાં મે એનુ નામ ભુ પાડ્યુ. આ રીતે લગભગ ૩ મહિના વીતી ગયા અને આ સમય દરમિયાન અમે ઘણી વાર ફરવા ગયા છીયે...રેસ્ટોરંટમાં જમવા ગયા હતા. આ બધા પૈસાનો ખર્ચ એ ભોગવતી કેમ કે મારી પાસે પૈસા હતા જ નહિ. મે અગાઉ જ કીધુ એમ મારી આર્થિક સ્થિતિ સારી હતી જ નહિ અને એની વાત મે ભુમી ને કરી જ હતી. લગભગ ૩ મહિના પછી નવેમ્બર મહિનાની ૮ તારીખ અને વર્ષ ૨૦૧૦ નો દિવસ હતો જ્યારે મે ભુમી ને પ્રપોઝ કર્યુ. સમય હતો રાતના ૧૧ વાગ્યાનો અને ઠંડી પણ જોરદાર પડતી હતી. મે એને ફોનમાં પ્રપોઝ કર્યુ અને સામે જવાબ આવ્યો .....YES……..

 

(ક્રમશ:)

Post a Comment

0 Comments