Ticker

6/recent/ticker-posts

મારી કહાની...મારી જુબાની...

 

.....................જીવનની શરુવાત...................

                        એશિયા ખંડમાં દક્ષિણ દિશામાં આવેલ અદ્ભુત એવા ભારત દેશના એક સૌથી વિકસિત એવા ગુજરાત રાજ્યમાં અને વળી ગુજરાતમાં પણ જે વિસ્તાર માટે એવુ કહેવાય છે કે ધન્ય હો સૌરાષ્ટ્રની ધરા એવા સૌરાષ્ટ્ર ના અમરેલી જીલ્લાના ખાંભા ગામમાં તારીખ ૧૪ જુન ૧૯૯૨ અને પુનમના દિવસે મારો જન્મ થયો. જન્મ થતા વેત મારા પપ્પાએ શુ એવુ કઇ કીધુ હશે જેવુ થ્રી ઈડિયટ મુવીમાં ફરહાન ના પપ્પાએ કીધુ હતુ .(JUST JOKING). હા એક વાત તો પાક્કી હશે જેમ હુ મારા સંતાનના જન્મ સમયે ખુશ થયો એમ એ પણ ખુશ થયા હશે.



                        સમય પસાર થયો અને હુ ધીમે ધીમે મોટો થતો હતો. આપડે કઈ સુપરપાવર વાળા તો નથી. બાળપણની ખાસ કઇ બાબત યાદ નથી આવતી બસ એટલુ જ ખબર છે (એ પણ મમ્મીએ કીધુ ત્યારે) કે બાળપણમાં હુ એકદમ શાંત રહેતો હતો. પણ હા મે પહેરેલો શર્ટ એવો ને એવો જ રહે એ માટે મારી મમ્મી મને શર્ટ ઉલ્ટો પહેરાવતા.કેમ કે ઘણી વાર મે મારા શર્ટના એક પણ બટન રહેવા દીધા નથી.પરિસ્થિતિ બધાની સારી હોતી નથી. કોઈના ઘરે બધી રીતની સુવિધા મળી રહે તો કોઈના ઘરે પુરતી સુવિધા મળતી પણ નથી. મારો જન્મ પણ સાધારણ પરિવારમાં થયો હતો જેમની રોજીરોટી ખેતી સિવાય કઈ હતુ નહી. મારા પપ્પા ને મળીને કુલ ૪ ભાઈ. એક ભાઈ અલગ રહે જ્યારે બીજા બે ભાઇઓ એટલે કે મારા કાકા થોડા ભોળપણ વાળા. તેથી કમાવવા વાળા મારા પપ્પા એકલા જ.

                        મારા દાદાનો હુ સૌથી લાડકો દીકરો ( MISS YOU DADA). ઘરાના લોકો મારા વિશે કઈ પણ કહે તો એ એમ જ કહેતા કે તમે બધા મારા ભાવલા ને હેરાન કરો છો. એનો કોઇ જ વાંક નથી. આવુ તો ઘણા વર્ષો સુધી ચાલ્યુ. પણ હવે મારા દાદા આ દુનિયામાં નથી. ઘણી વખત એ બજારમાં જાય કે પછી કોઇ બહારગામ જાય ત્યારે મારા માટે કઈકને કઈક લેતા જ આવે. રાત્રે જ્યારે સુવાનો સમય થાય ત્યારે એ મારી પાસે જ એનુ શરીર કસરાવતા. મારા ભણવાની શરુવાત ની વાત કરુ તો એમાં પણ મારા દાદા સાથે જ રહેતા. થતુ એવુ કે મારે જ્યારે નિશાળે જવાનુ થાય ત્યારે મારા દાદા મને નિશાળમાં મુકવા આવતા અને ત્યાજ બેસી રહેતા કેમ કે જો એ ત્યા ના બેસે તો હુ સીધો રફુચક્કર થઈને ઘરે ચાલ્યો જાતો. પણ આ દરોજ તો ચાલે નહી ને મારા દાદાને પણ કામ હોય જ ને.તો એક દિવસ થયુ એવુ કે મારા દાદા કે મારી મમ્મી બેમાથી કોઈ એક મારી સાથે આવ્યૂ અને મને નિશાળે મુકી ગયા. ના બાબા ના આટલુ સહેલુ નહિ સમજતા. એ આવીને મને મુકી તો ગયા પણ એ એકલા નહોતા આવ્યા એની સાથે હતુ સ્ત્રીઓનુ હથિયાર,રસોડાનો વઝીર એવુ વેલણ. અને એ વેલણ મારા શરીર પર પડતુ ગયુ અને હુ હીબકા ભરતો ભરતો નિશાળ સુધી પહોચ્યો. કેટલા વેલણ વાગ્યા હશે ત્યારે જઈને હુ નિશાળે ગયો અને ચુપચાપ આખો દિવસ નિશાળે જ રહ્યો. પછી તો કોઈ દિવસ કોઈ મુકવા આવ્યુ નહી અને હુ રેગુલર શાળાએ જવા લાગ્યો.

                        મારુ શરુવાતનુ ભણતર મારા જ ગામની કુમાર શાળા હતી ત્યા થયુ. આ શાળામાં મે 5 ધોરણ સુધી. એક વાત હુ અહી કહેવા માંગુ છુ કે મે શરુવાતથી લઈને અત્યારસુધી સિરિયસલી ક્યારેય ભણ્યો જ નથી. પણ તોય ખબર નહી ધોરણ ૧ થી ૫ સુધીમાં મારો નંબર ૩જો ફિક્સ જ રહેતો. ત્યારબાદ મારા પપ્પા એ મને બીજી શાળામાં મુક્યો જ્યા હુ ધોરણ ૬ અને ૭ ભણ્યો. અને અહી મારી ખરી પરીક્ષા થઈ અત્યારસુધી ૧ થી ૫ માં મારો નંબર ૩જો આવતો તે ધોરણ ૬ માં કુલ વિદ્યાર્થી કઈક ૫૦ આસપાસ હતા અને એમાં મારો નંબર ૪૦ થી ૫૦ ની વચ્ચે આવ્યો. વિચારો ક્યા ૩જો નંબર અને ક્યા ૪૦ થી ૫૦ વચ્ચે નંબર.પણ મે કીધુ એમ મે ક્યારેય ભણતરને સિરિયસલી લીધુ જ નથી. આ એનુ પરિણામ હતુ.                                                                       

(ક્રમશ...)

Post a Comment

5 Comments