Ticker

6/recent/ticker-posts

મારી કહાની મારી જુબાની (2)

                                    

                     બાળપણના એ દિવસો અને શાળાની એ તોફાન મસ્તી દુનિયાની તમામ ખુશીયો સામે ફિક્કી લાગે. ના કોઈ જવાબદારી કે ના કોઈ ચિંતા બસ મોજથી એ ને જલ્સા કરો. કોઈ રોકટોક નહી. મારા જેવા ઘણા લોકો હશે જેને એ સમયે ૫૦ પૈસામા આવતી પીપરની મજા માણી હશે. ૧ રૂપિયામાં આવતુ બબલુ ખાવુ અને રીસેસ માટે ક્લાસ્માં ધમપછાડા કરવા. સાંજ નો સમય થાય કે તરત જ રમવા માટેની રીસેસની માંગણી કરવી. દોસ્તો સાથે બોલ બેટ રમવુ. આહા ! આ ખુશીની તોલે કાઈ ના આવે હો. અત્યારના બાળકો ને હવે એક દિવસે ૧ જ રુપિયો વાપરવા આપો તો શુ એ વાપરે ? ના. પણ આપડા સમયે એ પણ બોવ કિંમતી હતુ. આ રીતે ધીમે ધીમે મારુ પ્રાથમિક શિક્ષણ પુરુ થયુ. જેમાં પ્રાથમિક ના અંતિમ વર્ષ એટલે કે ૭માં ધોરણમાં મારે ૫૦ વિદ્યાર્થીમાંથી ૧૩મો નંબર આવ્યો. ( હા એ સમયે ૭ સુધી જ પ્રાથમિક હતુ )

                        ત્યારબાદ મારા જ ગામની શ્રી. જે.એન.મહેતા હાઈસ્કુલમાં મે ૮માં ધોરણમાં એડમિશન લીધુ. ક્લાસનો પહેલો દિવસ અને મારા માટે શરમજનક બની ગયો. ક્લાસમાં અમારા વર્ગશિક્ષકે પ્રવેશ કર્યો અને અમે બધાએ ઉભા થઈને માન આપ્યુ. મારા વર્ગશિક્ષક અને મારા પહેલા અંગ્રેજીના શિક્ષક ( આ પહેલા અંગ્રેજી કોણ ભણાવતુ એ યાદ નથી એટલે ) હતા ભરતભાઈ માલણકીયા. પણ અફસોસ કે એ સાહેબનુ હમણા જ કોરોનામાં શ્વાસની સમસ્યાને કારણે અવસાન થયુ. મારા પ્રથમ અંગ્રેજીના શિક્ષકને હુ પ્રણામ કરુ છુ અને તેમની દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના. હવે થયુ એવુ કે એ સાહેબે આવતા વેત હાજરી પુરીને થોડી સુચના આપી.

સાહેબ : Stand Up.

બધા વિદ્યાર્થી ઉભા થયા સિવાય મારી. સાહેબે બીજી સુચના આપી.

સાહેબ : Sit Down.

બધા વિદ્યાર્થી બેસી ગયા. સિવાય મારી કેમ કે હુ તો ઉભો જ નહોતો થયો. આવુ થોડી વાર ચાલ્યુ. પણ મને ખબર જ નહોતી કે આનો અર્થ શુ થાય. હુ તો આમતેમ બિલાડાની જેમ ક્લાસમાં જોતો હતો કે બધા કરે છે શુ. એ સમયે મારી નજર છોકરીઓની પાટલી પર બેઠેલી એક છોકરી પર પડી જે મારા ઓળખીતાની જ હતી અને મારા ઘરની બાજુમાં જ રહેતી હતી તો એણે સહજ ભાવે મારી સામે ઈશારામાં પુછ્યુ કે તને નથી ખબર. મે પણ ઈશારામાં એને ના પાડી. પણ આ સમયે મને બહુજ શરમ આવી કે મને આટલુ પણ અંગ્રેજી નથી આવડતુ. મનોમન ખુબ નિરાશ થયો. પણ આ પરિણામ હતુ અભ્યાસને સિરિયસલી ના લેવાનુ. આ ઘટના બની ત્યારપછી પણ મે અભ્યાસને સિરિયસલી લીધુ જ નહિ. ખબર નહી કેમ પણ આજ દિન સુધી આ ગુણ આવ્યો જ નહિ. ધોરણ ૮ માં તમે માનશો નહી પણ હુ સિદ્ધિ ગુણ થી પાસ થયો હતો. અને મને સિદ્ધિ ગુણ ક્યા વિષયમાં આપ્યા હતા જાણો છો ? એ વિષય હતો અંગ્રેજી. જેમાં મને ૪ સિદ્ધિના ગુણ આપવા પડ્યા ત્યારે હુ ૮માં ધોરણમાં પાસ થયો.

                        આ રીતે ધીમે ધીમે ૯મુ ધોરણ પણ પસાર થયુ જેમાં મારો નંબર ૧૯મો આવ્યો. અને શરૂવાત થઈ ધોરણ ૧૦ ના બોર્ડની સફરની. એ સમયે બધા બોવ જ ડરાવતા કે આતો બોર્ડનુ વર્ષ છે તો થોડી મહેનત વધારે કરવી પડશે ને આમને તેમ... પણ એક વાત કરુ મે જ્યારે એમ સાંભળ્યુને કે ધોરણ ૧૦ માં બોર્ડની પરીક્ષા હોય છે તો મારા મનમાં એક જ વિચાર આવતો કે બોર્ડની પરીક્ષા છે તો એમાં તો બોર્ડમાં (બ્લેકબોર્ડ) લખવાનુ હશે તો એમાં મહેનત શુ કરવાની ?.,.એક બાળસહજ બુદ્ધિ ની અસર. ધોરણ ૧૦માં મારા ક્લાસના ઘણા બધા છોકરાએ ટ્યુશન રખાવેલુ. જેથી મને પણ મન થયુ ટ્યુશન રાખવાનુ. પણ ઘરના લોકો અને પપ્પા માને જ નહિ કેમ કે મે ભણવામાં ખાસ કશુ ઉકાળ્યુ હતુ નહિ. પણ મારે ટ્યુશન જાવુ જ હતુ ગમે તેમ કરીને. એટલે મે બાળકના અમોઘ શસ્ત્ર નો ઉપયોગ કર્યો અને એ શસ્ત્ર હતુ રડવાનુ. હા આ શસ્ત્ર જ એવુ છે કે એને કોઇ જ વિંધી ના શકે એટલે જ અમોઘ કહ્યુ. હુ રીતસરનો સવારનો રડવા લાગ્યો અને જીદે ભરાયો કે મારે તો ટ્યુશન જાવુ જ છે. સવારની સાંજ પડી ગઈ પણ ઘરમાં રહેલા વ્યક્તિમાંથી કોઈને પણ મારા પર દયા આવી નહિ. થોડો સમય બધા એ શાંત કરવા પ્રયત્ન કર્યો પછી તો એ પણ એમનાં કામમાં વ્યસ્ત થઈ ગયા. હુ એક્લો પડી ગયો. સાંજે પપ્પા ખેતરેથી પાછા આવ્યા અને હુ એમને જોઈને જોર જોરથી રડવા લાગ્યો અને અંતે થાકીને પપ્પાએ મને હા પાડી અને મે ટ્યુશન ચાલુ કર્યુ. જ્યા મારા જ બધા મિત્રો આવતા હતા જેમાં મારા બેસ્ટ ફ્રેંડ ચિરાગ અને શ્યામ પણ હતા. મે અંગ્રેજીનુ ટ્યુશન ચાલુ કર્યુ હતુ કેમ કે મને અંગ્રેજીનો અ પણ નહોતો આવડતો. અમારુ ટ્યુશન બે ભાઈ બહેન લેતા હતા જેમનુ નામ અનિલ સર અને ધર્મિષ્ઠા બેન હતુ. અને આ બંને એ સાચુ કહુ તો મારી અંદર અંગ્રેજીની ભુખ જગાડી દીધી હતી. મને હવે અંગ્રેજી વધારે શિક્ષવાની લાલસા થઈ આવી હતી. આ રીતે ૧૦ મા ધોરણની બોર્ડની પરીક્ષા આવી ગઈ. હા મને હવે ખબર પડી ગઈ હતી કે બોર્ડની પરીક્ષા બોર્ડમાં નથી દેવાની હોતી. અમારા સમયમાં પરીક્ષામાં થોડી ચોરી થતી હતી જેને કારણે મને ધોરણ ૧૦ માં ૭૩.૨૩ ટકા આવ્યા હતા. જે અત્યારસુધીના સૌથી વધારે ટકા હતા. હુ જ્યારે શાળાએ પરિણામ લેવા ગયો તો મારા જે પહેલા અંગ્રેજીના શિક્ષક હતા તેણે મારુ પરિણામ જોયુ અને મારા તરફ આચ્ચર્યની દ્રષ્ટિથી એક જ વાત કહી લે !! તારે આટલુ બધુ પરિણામ આવ્યુ ભાવેશ હુ શરમાઈ ગયો અને પરિણામ લઈને ઘરે આવી ગયો .

                        હવે સમય હતો આગળ અભ્યાસ કરવાનો અને ૧૦ પછી તમે જાણો છો એમ ઘણા રસ્તા ખુલે છે. મારા માટે એક રસ્તો બોવજ કઠિન આવ્યો અને સાથોસાથ મારા જીવનમાં 2 અગત્યની વ્યક્તિએ પ્રવેશ પણ કર્યો.                                                          


(ક્રમશ)

Post a Comment

3 Comments

  1. Sir j.N.mehta ma temaj aspas na exam center ma haju pn khub vadhare chori thai che.... school valaj karave che....evu tya na students pote kahe che...

    ReplyDelete

  2. લખાણમાં આટલું સત્ય અને નિખાલસતા😯,
    શ્રેષ્ઠ છે હો ભાઈ...
    મનની બધી જ વાતોને કલમથી નીચોવી કાઢી...

    ReplyDelete